પોસ્ટ્સ

નવેમ્બર 12, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મૈત્રી અને મહેફિલનાં સંભારણાં - ‘જલસા અવતાર’

મૈત્રી અને મહેફિલનાં સંભારણાં - ‘ જલસા અવતાર’         -----ડો . બિપિન ચૌધરી       [ ‘ જલસા અવતાર ’: ચીનુ મોદી , પ્રથમ આવૃતિ ;2016, પ્રકાશક: બુક પ બ , નવરંગપુરા , અમદાવાદ ,] ‘મારી હકીકત’થી શ્રી ગણેશ કરતી ગુજરાતી આત્મક્થા ‘સત્યના પ્રયોગ’ કરતી ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં” ‘જલસાઅવતાર’ સુધી પહોંચી છે. ‘ જલસા અવતાર ’ શીર્ષક વાચતાં ભગવાન વિષ્ણુના દસ અવતારો યાદ આવે. સાથે પ્રશ્ન થાયા કે ભગવાન વિષ્ણુના દસ   અવતાર માં આ ‘ જલસા’ નામે કોઈ અવતાર નથી. હા, પરંતુ આ અવતાર છે કવિ , નાટ્યકાર , વિવેચક અને   અધ્યાપક ડો. ચીનુ મોદીનો. આ આગિયારમો અને ‘છેલ્લો અવતાર’ છે . લેખક ચીનુ મોદીને ‘ કોઈ પૂછે કે ‘ કેમ છો ? તો કાયમ કવિનો એક જ જવાબ હોય ‘ જલસા. ’ આ ફકત કહેવા ખાતર કે ઔપચારિક રીતે જ નહિ હકીકતમાં પણ તે જલસાથી જીવ્યા છે. આ આત્મક્થાના પ્રવેશમાં નોંધે છે : ’’જલસો” એ મારે મન સુખદુ:ખથી પર આનંદનો પર્યાય છે..... મારા જેટલી આર્થિક સંપત્તિ અને દેહસંપત્તિ ધરાવતા કોઈ પણ ગુજરાતીથી સાવ નોખું , ક્ષણેક્ષ ણે જલસાનું વાતાવરણ મેળવનાર કોઈ હશે કે ...