મોઢેરાના સૂર્ય મંદિરની દિક્પાલ પ્રતિમાઓ: ઈન્દ્ર અને અગ્નિ
મોઢેરાના સૂર્ય મંદિરની દિક્પાલ પ્રતિમાઓ: ઈન્દ્ર અને અગ્નિ ડો. બિપિન ચૌધરી ભારતના વિશ્વ પ્રસિદ્ધ બે સૂર્યમંદિર છે: એક ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના પુરી નામક શહેરમાં સ્થિર કોર્ણાક સૂર્ય મંદિર અને બીજું ઉત્તર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે આવેલ સૂર્ય મંદિર. ‘ ધર્મારણ્યપુરાણ ’ અનુસાર મોઢેરા પ્રદેશમાં પ્રાચીનકાળમાં ધર્મરાજા (યમરાજા) એ તપશ્ચર્યા કરેલી તેથી આ પ્રદેશને ‘ ધર્મારણ્ય ’ એવું પવિત્ર નામ મળ્યું. ઋષિ- મહર્ષિઓની આ તપોભૂમિ સમયે સમયે આ સ્થળનાં નામ બદલાતાં રહ્યાં છે. સતયુગમાં ‘ ધર્મારણ્ય ’, ત્રેતાયુગમાં તે ‘ સત્ય મંદિર ’, દ્વાપરમાં ‘ વેદભુવન ’ અને કળિયુગમાં ‘ મોહરકપુર ’ અ...