વાક્કૌશલ (વાક્ + કૌશલ)...3
વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૩) ---------------------------------------- વાણીનું સ્વરૂપ : વાણીનું પંચામૃત ---------------------------------------- પ્રા. ધીરેન્દ્ર રેલિયાના પુસ્તક "વાણીને ઝરૂખેથી"માં આ વાત 'વાણીનું પંચામૃત' શીર્ષક હેઠળ સરસ રીતે સમજાવી છે. એ વાંચવાથી આપણી વાણી કેવી હોવી જોઈએ તે સમજાશે. (૧) સુંદરતા ---------------- વાણી સતત સાંભળવી ગમે તેવી સુંદર, મનહર ને મનભર હોવી જોઈએ. (૨) સચોટતા ------------------ સાંભળનારને સ્પર્શી જાય અને ગળે ઘૂંટડો ઊતરી જાય તેવી સચોટ ભાષા હોવી જોઈએ. (૩) સહજતા ------------------ વાણી દંભ વગરની સહજ ને સ્વાભાવિક હોવી જોઈએ. (૪) સરળતા ----------------- ભાષા સૌને સમજાય તેવી સરળ ને લોકભોગ્ય હોવી જોઈએ. (૫) સંક્ષિપ્તતા -------------------- ભાષા સંક્ષિપ્ત અને મિતાક્ષરી હોવી જોઈએ. તાર કરતી વખતે દરેક શબ્દને તોળીએ તેમ વક્તાએ તોળીતોળીને શબ્દ વાપરવા જોઈએ. આ પંચામૃતમાં થોડું ઉમેરીએ : (૧) સ્નેહાળ ----------------- વાણી સ્નેહસભર, મનના ઘા ભરે તેવી હોવી જોઈએ. (૨) સત્ય આધારિત -------------------------- સત્યની પ્રતિષ્ઠા કરે એવી ભાષા હોવી જોઈએ. વાણીનું આવુ...