શબ્દ સમૂહ માટે એક શબ્દ
🎯શબ્દસમૂહ માટે એક શબ્દ🎯 🌟પરિક્ષામં પ્રશ્નો પુછવાનો ટ્રેન્ડ હવે બદલાયો છે હવે સાંભળેલા હોય તેવા શબ્દસમૂહ નહીં પુછાય. 👉🏿આશરો કે ઉત્તેજન આપનાર-પોશિંટો 👉🏿સાવ અસંભવિત વાત-આકાશકુસુમવત્ 👉🏿ખૂબ સંકુચિત દષ્ટિવાળું-કૂપમંડૂક 👉🏿જેમાં નિરંતર શંકાઓ જ રહેલી છે તે-સંશયાત્મા 👉🏿શું કરવું તે સૂઝ્ નહિ તેવી અવસ્થા-કિંકર્તવ્યમૂઢ 👉🏿સરખી ઉંમરનુ-સમવયસ્ક 👉🏿ચોપડીઓમાં જ મસ્ત રહેનાર-વેદિયું 👉🏿પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર-માનાર્હ 👉🏿રાજ્યની ખટપટોમાં રચ્યોપચ્યો રહેનાર-મુત્સદી 👉🏿જેમાં બધા પ્રકારનો મેળ છે તે-સામંજસ્ય 👉🏿ગાડા ભાડે ફેરવનાર-અધવાયો 👉🏿જહાજનો સઢ બાંધવા માટેનો વચ્ચેનો મુખ્ય થાંભલો-કૂવાથંભ 👉🏿ઓજારને ધાર કાઢવા માટે વપરાતો પથ્થર-છીપર 👉🏿જેની પ્રતિષ્ઠતા જામેલી છે તેવું-લબ્ધપ્રતિષ્ઠ 👉🏿જમીન ઉપર થઈને જતો માર્ગ-ખુશકી 👉🏿જળ ઉપર થઈને જતો માર્ગ-તરી 👉🏿રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ-નેપથ્ય 👉🏿નિયમિતપણે પ્રમાણસર ભોજન કરનારો-મિતાહારી 👉🏿અધકચરા જ્ઞાનવાળો-અર્ધદગ્ધ 👉🏿જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય-અન્યમનસ્ક 👉🏿જેની આશા રાખવામાં ન આવે-અપ્રત્યાશિત 👉🏿સ્ત્રીઓ પ્રત્યેન...