MCQ -1 GUARATI 506 સુધારક યુગ
સંકલન- નિર્માણ સેમ- 5 વિદ્યાર્થી ભાઈ- બહેનો , માર્ગદર્શક: ડો. બિપિન ચૌધરી સરકારી વિનયન કોલેજ , બેચરાજી (ગુજરાતી વિભાગના વિદ્યાર્થી ભાઈ- બહેનોના સહયોગથી તૈયાર કરેલ પ્રશ્ન બેન્ક જવાબ સહિત ) પેપર – 506 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ -1 સુધારક યુગ – દલપતરામ ૧.અવૉચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો ગણાય ? ( ૧૮૫૫-૧૯૫૫) ૨.ઐતિહાસિક દૃ ષ્ટિએ અવૉચીન યુગના અગ્રણી સજૅક કોણ છે ? ( દલપતરામ) ૩.દલપતરામનો જન્મ કયારે થયો હતો ? ( ૨૧ જાન્યુ.૧૮૨૦) ૪.દલપતરામ ક્યાંના વતની હતા ? ( વઢવાણ) ૫.દલપતરામની જ્ઞાતિ કઈ હતી ? ( શ્રીમાળી બ્રાહ્મણ) ૬.દલપતરામના પિતાનું નામ જણાવો ? ( ડાહ્યાભાઈ ત્રવાડી) ૭.દલપતરામના માતાનું નામ શું હતું ? ( અમૃતબા) ૮.ન્હાનાલાલ-દલપતરામ વચ્ચે કયો સંબંધ હતો ? ( પુત્ર-પિતા) ૯...