પોસ્ટ્સ

માર્ચ 11, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શ્રી

 ગુજરાતી ભાષામાં વાપરતાં સંબોધનો વિશે થોડું ભાષામંથન.   • શ્રી • શ્રીમાન • શ્રીમતી • સર્વશ્રી • શ્રીમદ્દ • સુશ્રી • અસૌ. • ગંસ્વ. • કુ. • ચિ. શ્રીમાનનો લાક્ષણિક અર્થ; શ્રી એટલે લક્ષ્મી-શુભ-પવિત્ર, માન પ્રત્યય છે, -વાળો, ધારણ કરનાર એવા અર્થમાં લગાવાય છે. જેમકે, બુદ્ધિવાળો- બુદ્ધિમાન. એમ, લક્ષ્મી(શ્રી)વાળું- શ્રીમાન એટલે કે ધનવાન. શ્રીમાન પુલ્લિંગ વિશેષણ છે. -માન પ્રત્યયનું સ્ત્રીલિંગ -મતી છે. બુદ્ધિમાનનું સ્ત્રીલિંગ બુદ્ધિમતી થાય. એમ શ્રીમાનનું શ્રીમતી સ્ત્રીલિંગ વિશેષણ છે.  શ્રી એ શ્રીમાન અને શ્રીમતીનું ટૂંકું રૂપ છે. ટૂંકા રૂપો પછી પૂર્ણવિરામ મૂકાય છે, પરંતુ શ્રી અપવાદ ગણી શકો છો. બહુવચનમાં શ્રીમાનો અને શ્રીમતીઓ લખી શકાય. યાદ રાખવું કે, ભગવાનના નામની આગળ શ્રી જોડીને લખાય છે, છૂટો નહીં. શ્રીકૃષ્ણ, શ્રીરામ વગેરે. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓનાં નામો લખાય ત્યારે પ્રથમ નામની આગળ સર્વશ્રી લખાય છે. એનો અર્થ એ થાય કે અહીં આપેલ તમામ નામો આગળ શ્રી સમજવો. સર્વશ્રી લખવાથી દરેક નામ આગળ શ્રી કે શ્રીમાન કે શ્રીમતીનું પુનરાવર્તન કરવાની જરૂર પડતી નથી. સુશ્રી પણ સ્ત્રીલિંગ વિશેષણ છે. અ...

જહેમત

 🟠 *જિતુભાઈની જહેમત* જન્મવાનું ગમે તો ખરા. x જન્મવાનું ગમે તો ખરું.✓ – માણસ તરીકે જન્મવાની ઇચ્છા થાય ખરી. – મને પંખી થવાના વિચારો આવે તો ખરા. – બાળકને પંખીની જેમ ઊડવાની ઇચ્છા થાય ખરી. – બાળકને બાળકને પંખીની જેમ ઊડવાનું મન થાય ખરું. – ખરું શિક્ષણ આપવામાં આવે તો એકેક બાળક રસ લે ખરું. એમ કરતાં કરતાં અનેક બાળકો તૈયાર થાય ખરાં. – શિક્ષક ભાઈઓ વધુ સજ્જ થાય ખરા. – શિક્ષિકાઓ વધુ સજ્જ બને ખરી/ ખરાં. – આપણા વ્યવહારો ખરા શુદ્ધ બની શકે ખરા. – આપણી વાણી ખરી શુદ્ધ બની શકે ખરી. – શું; નિઃસ્વાર્થ ભાવે આપણું વારંવાર મળવું શક્ય બને ખરું? – શું; પૈસા વગર જીવન અટકી જાય ખરું? – સંવેદનશીલતા તો ક્યારેક સ્ત્રીઓ કરતાં વધારે માત્રામાં અમુક પુરુષોમાં જોવા મળે ખરી. – બરફીનો એકેક ટુકડો ખરો મીઠો હતો. – સુખડીનું એકેક ચકતું ખરેખરું મીઠું હતું. – ભાઈ, તમે તો ખરા છો! ભણવા તો આવ્યા, પણ સાથે નોટબુક ને પેન લાવવાનું ખરું ભૂલી ગયા!  – બહેન, તમે સાથે નોટબુક ને પેન લાવ્યાં છો ખરાં? શબ્દકોશ પણ લાવ્યાં છો એમ?  તમે સજ્જતાને સમજો છો ખરાં. – તમે રસોઈ ખરેખરી સ્વાદિષ્ટ બનાવી છે‌ હો! – ભોજન ખરેખરું જોરદાર હતું. – તમે ખા...

વાક્કૌશલ (વાક્ + કૌશલ 5

વાક્કૌશલ (વાક્ + કૌશલ)...(૫) ---------------------------------------- વાણીની વેણીમાં રંગબેરંગી ફૂલો (સુવાક્યો) ---------------------------------------- + વાણી - સરસ્વતીના હસ્તાક્ષર... જનજનને જગાડનારી, જોડનારી અને જીતનારી વાણી; જનજનના મંગલ માટે વહેતી અને જગદીશ તરફ ગતિ કરાવનારી વાણી તો સ્વયં ભગવતી મા સરસ્વતીના હસ્તાક્ષર છે.    --- પ્રા. ધીરેન્દ્ર રેલિયા + તપસ્વી વાણી તો જીવન તણો આધાર લાગે છે, નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે ! + જ્યારે શબ્દની પાછળ વિચારનું બળ હોય, ચિંતનનું તત્ત્વ હોય, જીવન સમસ્તનું મંથન હોય અને જીવનના ઊંડા ભાવો હોય ત્યારે એવો શબ્દ મંત્રરૂપ બની જાય છે.            --- ચિત્રભાનુ  + કાગડો કોઈનું કાંઈ લઈ લેતો નથી અને કોયલ કોઈને કાંઈ આપી દેતી નથી; પણ કોયલ એના વિનય અને મધુરતાભર્યા શબ્દથી જગતને પોતાનું બનાવી દે છે. આમ, વચન સાથે જો વર્તન ભળે તો સમજજો કે જગત તમારું છે.              --- ચિત્રભાનુ  + ઘણા માણસો પોતાને બોલતાં આવડે છે એમ બતાવવા જતાં, પોતાને બોલતાં નથી આવડતું એ સિદ્ધ કરી આપે છે. ...

ભાષા દોષ

 હું કેવો ગુજરાતી! સગવડનું કરું હું સગવડતા ને અગવડની પણ સદા અગવડતા 'દૃષ્ટિ'નું કરું હું 'દ્રષ્ટિ'  તો પછી સૃષ્ટિનું કરોને 'સ્રષ્ટિ'! 'દ'ને 'ઋ' લાગતાં બને એ 'દૃ' 'દૃ' ને 'દ્ર'નો ભેદ ન હું જાણું  હું તે કેવો ગુજરાતી! કે ગુજરાતી શુદ્ધ ન પિછાણું ગુજરાતીમાં થયો હોઉં નિષ્ણાત  તોયે નિષ્ણાંતનો ના'વે અંત! હોઉં હું પ્રવીણ ને મેધાવી તોય હૈયે વસે પ્રવિણ ને મેઘાવી હું તે કેવો ગુજરાતી! કે ગુજરાતી શુદ્ધ સમજ ના'વી! 'ળ'નો 'ર' કરે એ તો છે પ્રાદેશિકતા પણ કૃષ્ણનું ક્રિષ્ન કરે એ ક્યાંની સંસ્કારિતા? હું તે કેવો ગુજરાતી! કે ગુજરાતીની નથી મને મહત્તા! ઘૃણાને સદૈવ ધૃણા કહું સરતચૂકથી લખું સદા શરતચૂક ઘણા ટોકે, આ બધી માથાકૂટ મૂક મને વહાલી મારી ગુજરાતી 'બાબુ' કરે અરજ કે ક્યાંય ન કરો ચૂક હું તે કેવો ગુજરાતી!                 - બાબુ સોલંકી