ફ્રેન્ચ એ પ્રેમની ભાષા તો રશિયન યુદ્ધની ભાષા!*
18/02/2025 *ફ્રેન્ચ એ પ્રેમની ભાષા તો રશિયન યુદ્ધની ભાષા!* *આઠમી અજાયબી-* કળશપૂર્તિ લેખક – ✒ *માયા ભદૌરિયા* બહુ જાણીતું વાક્ય છે કે માતૃભાષાને ભૂલી જવી એ તો માને ભૂલી જવા બરાબર છે. માતૃભાષા આપણી રગેરગમાં વસેલી છે. આજના દિવસને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઊજવવાનું કારણ એ પણ છે કે આપણે ગળથૂથીમાં મળેલી માતૃભાષાને ભૂલી ન જઈએ... પ્રેમની ભાષા ‘ફ્રેન્ચ’ સામાન્ય રીતે આખી દુનિયામાં જેટલી પણ ભાષા અને બોલી છે એમાં પ્રેમ વ્યક્ત કરવા માટે લોકો ‘આઈ લવ યૂ’ આ ત્રણ શબ્દનો ઉપયોગ કરે છે, પણ જાણીને નવાઈ લાગશે કે ફ્રાન્સમાં આવું નથી, કારણ કે ફ્રેન્ચવાસીઓ પોતાનો પ્રેમ શારીરિક રીતે વ્યક્ત કરવાનું પસંદ કરે છે. પ્રેમ વ્યક્ત કરવા માટે તેમને શબ્દોની જરૂર નથી. શેમ્પેઈન, કેન્ડલલાઈટ ડિનર, મોડી રાત સુધી હાથમાં હાથ પરોવીને ફરવું તેમના સ્વભાવમાં છે. રોમાન્સનો કોન્સેપ્ટ લાવનાર જ ફ્રેન્ચ છે અને એટલે જ તેઓ રોમાન્ટિક કહેવાય છે. ફ્રેન્ચ ભાષામાં સંગીત, હાવભાવ અને કવિતાઓ પણ છે અને પ્રેમ વ્યક્ત કરવા માટે તે અસરકારક માધ્યમ ગણાય છે. ફ્રેન્ચવાસીઓ કોઈ નિયમ ફોલો કરતા નથી. પ્રેમ મેળવવામાં ઉતાવળ બિલકુલ કરતા નથી. ક્વોલિટી ટાઈમ મા...