પોસ્ટ્સ

ડિસેમ્બર 16, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

એ.વી. સર

છબી
 એ.વી. ચૌધરી એટલે અતૂટ આત્મવિશ્વાસ અને હસતા ફિલસૂફ, રંગાકુઈ ગામનું ગૌરવ.   રંગાકુઈ ગામના વતની, હાલ વસવાટ મહેસાણા. શ્રી અંબાલાલ વેલજીભાઈ ચૌધરી જેઓ "AVsir" ના હુલામણા નામથી ઓળખાય છે. સાહેબશ્રી નિવૃત્તિ  પછીય  વધુ સક્રિય આદશૅ શિક્ષક છે. આજીવન અધ્યાપન કાર્ય  કર્યું સાયન્સના  વિષયમાં.  નિવૃત્તિ પછી સક્રિય બન્યા એમના મનગમતા વિષય અંગ્રેજીમાં અને પ્રેરણાત્મક વ્યાખ્યાનોમાં. જોતજોતામાં એમાં પણ ખૂબ જ નામના કમાયા. ચોકડસ્ટરની જૂની દુનિયામાંથી વર્ચ્યુઅલ વર્લ્ડમાં તેમનો પ્રવેશ યુવાનો માટે પ્રેરણાદાયી બન્યો છે. જીવનની અનેક તડકી છાંયડી જોયેલ અનુભવી વડીલ ગામ, સમાજ માટેની સતત ચિંતા અને ખેવના રાખનાર સારસ્વત . ઘર, ગામથી શરૂ કરી ગુજરાતના યુવાનો વિશ્વભાષા  અંગ્રેજીમાં  કાચા રહી ન જાય, દુનિયા સાથે કદમ મિલાવે, વિશ્વના દ્વાર નાનકડા ગામડનો  યુવાન પણ ખોલી શકે એવી ગુરૂચાવી  એ.વી. સાહેબ  ગાંધીનગર ખાતે પોતાની  "શ્રીજી એકેડેમી" દ્વારા આપે છે.  Spoken English,Ielts અને વિદેશ જવા માંગતા યુવાનોને સાચું માર્ગદર્શન આપે છે. ખોટી જગ્યાએ લૂંટાતા અને છેતરામણ...

કનુભાઈ સાહેબની શાળા વિદાયવેળાએ

છબી
 રંગાકુઈ ગામના અનેક રંગોમાંનો   એક રંગ શિક્ષણનો.  અત્યારે તો ગામમાં  હાથ નાંખોને એક શિક્ષક  મળી આવે. પરંતુ એક સમય જુદો જ હતો. 1985ના સમયગાળામાં  રંગાકુઈ હાઈસ્કૂલ રંગનાથ મહાદેવના સાન્નિધ્યમાં  શરૂ થયેલી. ઘણીવાર મંદિરના ઘંટારવથી સ્કૂલના તાસ બદલાઈ  જતા અને અધુરા લેશનવાળાને  સાક્ષાત મહાકાળી માતાજીના આશીર્વાદ  ફળ્યા હોય એમ લાગતું.  કયાંક આવી નવીશવી શરૂ થયેલી હાઈસ્કૂલમાં એમ.એ.બીડની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત  ધરાવનાર ગુજરાતી વિષયના વંદનીય શિક્ષક એટલે કનુભાઈ   પટેલ (રમોસવાળા).   કનુભાઈ સાહેબનું  નામ પડેને ગુજરાતી  ભાષાની પ્રસિદ્ધ કવિતાઓ અને વાર્તાઓ નજર ઉભરી આવે.  પ્રેમચંદની હીરાને મોતી હોય કે ધૂમકેતુનો  જુમો ભિસ્તી હોય  કે કાશી માની કૂતરી હોય  કે બાબુ વીજળી આજે એમના આરોહ અવરોહ યુક્ત અવાજમાં  તાદ્દશ થઈ આવે છે. ગામના લોકો પ્રત્યે અને વિદ્યાર્થીઓ   પ્રતિ સાહેબના મનમાં  અપાર પ્રેમ. એ સમયે ગામના 90% લોકોનો પશુપાલન અને ખેતી જ મુખ્ય  વ્યવસાય. ઢોર સાથે ઢોર જેવા થવાય ત્ય...

કેશુકાકાને અલવિદા

છબી
 દૂરથી એક સફેદ ઝભ્ભો,  લેંગો અને પગમાં  કપડાના શુઝ, મોઢું બોખું પણ હાસ્યથી ભરેલું. આ પ્રસન્નતાથી સભર વ્યક્તિત્વ પાસે આવે ત્યારે  હસી મજાક સાથે મર્માળી વાત રમતી  મૂકે પછી ધારેલું કામ કઢાવે. આવી વ્યવહાર કુશળતા ધરાવનાર આ  જણ  મહાત્મા ગાંધીની પાઠશાળામાં  ભણેલા. ગાંધી વિદ્યાપીઠનો આ  વિદ્યાર્થીએ જ્યારે રંગાકુઈનું સરપંચપણું  સ્વીકાર્યું ત્યારે  બપોરે બે અઢીવાગે  ગામની બહેનો યુવાનો સાથે  ઝાડું લઈ ગામની સફાઈ કરતા પણ જોયા હશે. નિર્મળ ગામ યોજનામાં   રંગાકુઈને ગૂંજતું કરવામાં આ આગેવાનનો ફાળો નાનોસૂનો નથી. આ મધુરભાષી, મુત્સદ્દી આગેવાન  જેમની શેહ શરમ આબાલવૃદ્ધ  સૌ રાખે  તે એટલે કેશુભાઈ ઘેમરભાઈ ચૌધરી.  આમ તો દૂધ સાગરના કર્મચારી. પણ એમના યુવાનીકાળથી જ  રંગાકુઈના શિક્ષિત યુવાનોમાં  વધુ સક્રિય. રંગાકુઈ ગામનું વીજળીકરણ હોય કે ગામમાં દૂધ મંડળીનું આગમન હોય  કે  રંગાકુઈ યુવા વિકાસ મંડળ  કાર્યો આ સર્વે પ્રત્યે  સેવાભાવનાથી યુવાકાળથી જ સંકળાયેલા. તેઓ  આજીવન અવિરત વિવિધ સંસ્થાઓ સાથે ...