એ.વી. સર
એ.વી. ચૌધરી એટલે અતૂટ આત્મવિશ્વાસ અને હસતા ફિલસૂફ, રંગાકુઈ ગામનું ગૌરવ.
રંગાકુઈ ગામના વતની, હાલ વસવાટ મહેસાણા. શ્રી અંબાલાલ વેલજીભાઈ ચૌધરી જેઓ "AVsir" ના હુલામણા નામથી ઓળખાય છે. સાહેબશ્રી નિવૃત્તિ પછીય વધુ સક્રિય આદશૅ શિક્ષક છે. આજીવન અધ્યાપન કાર્ય કર્યું સાયન્સના વિષયમાં. નિવૃત્તિ પછી સક્રિય બન્યા એમના મનગમતા વિષય અંગ્રેજીમાં અને પ્રેરણાત્મક વ્યાખ્યાનોમાં. જોતજોતામાં એમાં પણ ખૂબ જ નામના કમાયા. ચોકડસ્ટરની જૂની દુનિયામાંથી વર્ચ્યુઅલ વર્લ્ડમાં તેમનો પ્રવેશ યુવાનો માટે પ્રેરણાદાયી બન્યો છે. જીવનની અનેક તડકી છાંયડી જોયેલ અનુભવી વડીલ ગામ, સમાજ માટેની સતત ચિંતા અને ખેવના રાખનાર સારસ્વત . ઘર, ગામથી શરૂ કરી ગુજરાતના યુવાનો વિશ્વભાષા અંગ્રેજીમાં કાચા રહી ન જાય, દુનિયા સાથે કદમ મિલાવે, વિશ્વના દ્વાર નાનકડા ગામડનો યુવાન પણ ખોલી શકે એવી ગુરૂચાવી એ.વી. સાહેબ ગાંધીનગર ખાતે પોતાની "શ્રીજી એકેડેમી" દ્વારા આપે છે. Spoken English,Ielts અને વિદેશ જવા માંગતા યુવાનોને સાચું માર્ગદર્શન આપે છે. ખોટી જગ્યાએ લૂંટાતા અને છેતરામણીનો ભોગ બનતા બચાવે છે.
વાંચતા અને વિચારતા માણસ માટે બીજાને આપવાનું ભાથું હોય જ.
શ્રી એ.વી.ચૌધરી સાહેબશ્રીએ અંગ્રેજી ભાષામાં બે
પુસ્તકો પ્રગટ થયાં છે.(1) Think Different For Living Happy Life.*
*(2) A Paradigm Shift In Thoughts For Living Enlightened Life.* જેમાં જીવન જીવવાની રીતો, ઉચ્ચવિચારો વગેરે બાબતોને આવરી લેવામાં આવી છે. સાહેબના *આ પુસ્તકો અેમેઝોન* પરથી ઓનલાઇન ઓડૅર કરવાથી ઉપલબ્ધ થઈ શકે છે. એ સિવાય પણ જો કોઇએ વાંચવા માટે ફ્રીમાં આ પુસ્તકોની Pdf file જોઈતી હોય તો સાહેબનો સંપર્ક કરવાથી મળી રહેશે.મો.9427678052.સરને અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Shreeji Academy, GANDHINAGAR. Mobile number: 94847 53444


ટિપ્પણીઓ