પોસ્ટ્સ

ઑક્ટોબર 14, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

‘અમરકોશ’ના અનુવાદક: કે.કા. શાસ્ત્રી

‘અમરકોશ’ના અનુવાદક: કે.કા. શાસ્ત્રી ડો. બિપિન ચૌધરી ‘કે.કા.શાસ્ત્રી’ કે ‘શાસ્ત્રીજી’ના હુલામણા નામે દેશભરમાં જાણીતા  કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણિયા) દાયકાઓ સુધી સાહિત્યિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. ‘વિદ્યાવાચસ્પતિ’, ‘પદ્મશ્રી’, ‘મહામહિમોપાધ્યાય’ ‘ભારત-ભારતી રત્ન’ , ‘બ્રહ્મર્ષિ’, ‘વિદ્યાવિભૂષણ’   જેવા અનેક માન- સન્માનથી વિભૂષિત ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના આ પ્રખર પંડિતની સર્જનયાત્રા તેમના દીર્ઘાયુ જેટલી માતબર અને અમૂલ્ય રહી છે. સંશોધક- સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, કોશકર્તા અને અનુવાદક તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવનાર કે.કા. શાસ્ત્રીજી પાસેથી   લગભગ 240 જેટલાં પુસ્તકો અને   1500 થી વધુ   લેખ મળે છે.       કે.કા. શાસ્ત્રીજી પાસેથી સંશોધન- સંપાદન- વિવેચનની સાથે અનુવાદના ગ્રંથો   પણ મળે છે. પોતાના વતન માંગરોળમાં પ્રાથમિક- માધ્યમિક શિક્ષણ દરમિયાન   શાસ્ત્રીજીએ અનુવાદ કરવાનો પ્રારંભ કરેલો. આમ કિશોરવયથી શાળેય- અભ્યાસની જોડાજોડ એમની અનુવાદ પ્રવૃત્તિ ચાલુ રહી છે. મુખ્યત્વે સ...

હિંસાની હોળીમાં માનવતાનો દિવ્ય પ્રકાશ ‘ટ્રેન ટુ પાકિસ્તાન’

હિંસાની હોળીમાં માનવતાનો દિવ્ય પ્રકાશ ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ ખુશવંતસિંહ ભારતીય અંગ્રેજી સાહિત્યમાં  યશસ્વી માન અને સ્થાન પ્રાપ્ત કરનાર લેખક છે. આ ઉપરાંત ઇતિહાસકાર, ખ્યાતનામ પત્રકાર અને સંસદસભ્ય તરીકે પણ જાણીતા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હદાલી ગામમાં   જન્મેલા ખુશવંતસિંહનો અભ્યાસ દિલ્હી, લાહોર, લંડન વગેરે સ્થળોએ થયો હતો. તેઓ  ભણવામાં સાવ સાધારણ  હતા.  તેમણે વકીલ તરીકે લાહોરની હાઈકોર્ટમાં થોડા વર્ષો કામ કર્યું હતું. તેમણે  ભારતના વિદેશ મંત્રાલયમાં, ઓલ ઈન્ડિયા રેડિયોમાં અને અન્ય જ્ગ્યાઓ પર તેમણે સેવા બજાવી હતી પરંતુ આ બધા ક્ષેત્રો તેમના સ્વાભાવને અનુકુળ આવ્યા નહિ.  છેવટે તેઓ લેખન- પત્રકારત્વ તરફ વળ્યા અને તેમાં શ્રેષ્ઠ સાબિત થયા. તેમણે પોતાની જાત લેખનને સમર્પિત કરી દીધી હતી. તેમના લેખનકાર્યમાં  નવલકથા, વાર્તા, નિબંધ-લેખ, વિવેચન  વગેરેનો સમાવેશ થાય છે. 1974માં પદ્મભૂષણ અને 2007માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવેલા.    ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ એ ઈ.સ.1956માં પ્રકાશિત થયેલી  ખુશવંતસિંહની પ્રથમ નવલકથા છે જે  પ...