પોસ્ટ્સ

સપ્ટેમ્બર 30, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચીનુ મોદી કાવ્ય પંક્તિઓ

 ચિનુ મોદી 'ઇર્શાદ'  30 સપ્ટેમ્બર જન્મ દિવસ 🌹 છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.  આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.  તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,  આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.  કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,  કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.  કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે  થાંભલો, આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.  બાતમી મળશે તને 'ઇર્શાદ'ના એકાંતની,  ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. 🌹 અધમણ અંધારું ઘેરાયું, સમજી જા ચન્દ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે માથા સાથે ધડ છેદાયું, સમજી જા. નભની આ ગેબી વાણી છે, સમજી જા પળ પોતે પણ પટરાણી છે, સમજી જા દરિયા જેવો દરિયો લાગે આ બીધેલો ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા. પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા. બુઠ્ઠું, બોથડ, ધાર વગરનું શસ્ત્ર થયું છે, સમજી જા જીર્ણ શીર્ણ ચોમેર ફાટલું વસ્ત્ર થયું છે, સમજી જા –  ચિનુ મોદી...