લક્ષ્ય - લક્ષ
શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૧૨) --------------------------------------- (૧૫) લક્ષ્ય - લક્ષ ----------------------- સામાન્ય રીતે 'લક્ષ્ય' અને 'લક્ષ્યાંક' શબ્દો 'ધ્યેય'ના અર્થમાં વપરાય છે, જ્યારે 'લક્ષ' શબ્દ 'ધ્યાન'ના અર્થમાં વપરાય છે. દા. ત. -------- (૧) એનું લક્ષ્ય પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત બનવાનું છે. (૨) આ હકીકત પરત્વે હું આપનું લક્ષ દોરું છું. જોકે, શબ્દકોશોમાં આ બંને શબ્દોના વિવિધ અર્થો આપ્યા છે. એની સાથોસાથ સમાન અર્થ તરીકે ધ્યાન અને ધ્યેય બંને છે. છતાં સામાન્ય રીતે, આ બંને શબ્દો એકબીજાને બદલે વાપરવા જોઈએ નહીં. સૌજન્ય : ------------ ભાષાગૌરવ ભાષા નિયામકની કચેરી ગુજરાત રાજ્ય (ક્રમશઃ) પ્રસ્તુતિ : ----------- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦ બારડોલી