પોસ્ટ્સ

ફેબ્રુઆરી 17, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

એ દેશની ખાજો દયા

 એ દેશની ખાજો દયા દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા. સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે, જ્યાફતો  માણે – ન ભૂમિપાક પોતાનો લણે, લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી, વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી; રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે, જે  પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે. ને  દમામે   જીતનારાને   ગણે   દાનેશરી, હાય, એવા દેશના જાણો ગયા છે  દી ફરી. ભાવનામાં  વાસના  કેરાં  વછોડે આંગળાં, જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં. મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં, એકલી  ડંફાસ  ખંડેરો  મહીં  જઈ  ફૂંકતાં; માંચડે ફાંસી તણે ચડતાં,  કપાતાં ખંજરે, એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે! જાણજો  એ  લોકને કાજે  રહ્યાં  છે  છાજિયાં– દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા. લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા, ભૂર ભાષાના મદારી  હોય  પંડિત વેદિયા, નામ  ફૂટીને  કળાનું   થીગડાં  મારી  ...