પોસ્ટ્સ

જાન્યુઆરી 30, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વિટંબણા - વિડંબના

 શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૧૧) --------------------------------------- (૧૩) વિટંબણા - વિડંબના ---------------------------------- 'વિટંબણા' એટલે 'મુશ્કેલી', 'દુઃખ'; જ્યારે 'વિડંબના' એટલે - ઉપહાસ, મશ્કરી. દા. ત. -------- (૧) કેટકેટલી વિટંબણા ભોગવ્યા પછી હવે એને શાંતિ મળી. (૨) વિસ્થાપિતો માટે તો આ એક વિડંબનારૂપ બાબત બની. કેટલીક વાર આ શબ્દના પ્રયોગમાં અવળાસવળી થતી જોવા મળે છે, તો કેટલીક વાર 'વિટંબણા' માં 'ણા'ની જગ્યાએ 'ના' (વિટંબના) અને 'વિડંબના' માં 'ના'ની જગ્યાએ 'ણા' (વિડંબણા) જેવી ભૂલ જોવા મળે છે. જો કે 'વિડંબણા'નો અર્થ 'વિટંબણા' પણ થાય છે. તેથી વિટંબણાને સ્થાને વિડંબણા લખાય તો વાંધો ન આવે. (૧૪) અમાનત - અનામત -------------------------------- સામાન્ય રીતે, 'અમાનત' શબ્દ - થાપણ, સાચવવા માટે સોંપેલી વસ્તુ - ના અર્થમાં વપરાય છે; જ્યારે 'અનામત' શબ્દનો એક અર્થ 'થાપણ' થાય છે અને બીજો અર્થ કોઈ બાબત માટેની 'અલગ નિશ્ચિત વ્યવસ્થા' (Reservation) થાય છે. તેથી 'અનામત...