પોસ્ટ્સ

ઑક્ટોબર 18, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શબ્દોની ગમ્મત -1

 *💐શબ્દોની ગમ્મત*💐 આગળ-પાછળથી સરખા વંચાતા બે અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૧ ------------------- ૧)​ કક ​- બગલો ૨)​ કાકા -​ પિતાના નાના ભાઈ ૩)​ કીકી -​ આંખની પૂતળી, બાળકી, લાડકી દીકરી ૪)​ કૂકૂ -​ કોયલનો ટહુકાર, ઇંડાંમાંથી થતી ખાવાની એક વાની ૫)​ કેકે -​ એક ટૂંકુ નામ ૬)​ કોકો -​ એક પીણું, કાગડો, ઝભલું, ચુંબન, નાળિયેર, આલિંગન ૭)​ ખખ -​ ઘરડો ડોસો, ખોખું, ઘણો કાળ જવાથી ઘસાઈને અંદરથી પોલું થઈ ગયેલું, મોટું પણ ખવાઈને નિ:સત્ત્વ થઈ ગયેલું; ખોખરૂં થઈ ગયેલું; ખળભળી ગયેલું; જીર્ણ ૮)​ ખીખી - અવાજ થાય અને દાંત દેખાય તેમ હસવું તે; ખડખડ હસવું તે, મશ્કરીમાં ખીખી હસવું તે; દાંત કાઢવા તે; મશ્કરી કરીને હસવું તે, ખીખી એવો અવાજ કરીને; ખડખડ, વાંદરાનો અવાજ ૯)​ ખોખો - એક રમત ૧૦)​ ખૌ ખૌ - ક્ષુધાનો અતિ આતુરતાદર્શક ઉદ્ગાર ૧૧)​ ગાગા - એક નામ; જેમ કે, લેડી ગાગા ૧૨)​ ગીગી - નાની છોકરી; ગગી, અણસમજુ સ્ત્રી, દીકરી ૧૩)​ ગુંગું​ - નાકમાં થતો કચરો, નાકમાંથી બોલતું; ગૂંગણું, મૂંગું ૧૪)​ ગોગો -​ સાપ,  નાગ ૧૫)​ ઘઘ​ - ઊંટ ૧૬)​ ઘાંઘાં -​ ઉતાવળાં ૧૭)​ ઘુઘુ - વાણિયાઓની એક અટક ૧૮)​ ઘૂઘૂ - ઘુવડ, મૂર્ખ, હોલો, ઊંઘનો અવાજ,...

શબ્દોની ગમ્મત 2

 💐*શબ્દોની ગમ્મત* 💐 આગળ-પાછળથી સરખા વંચાતા બે અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૨ ------------------- ૨૧)​ ચીંચીં - ચકલીનો અવાજ, છછુંદરનો અવાજ ૨૨)​ ચીચી - નાની છોકરી; ગગી; કીકી, ચી ચી એવો અવાજ ૨૩)​ ચૂંચૂં - ઉંદર, ઉંદરના બોલવાનો અવાજ, ચીં ચીં એવો અવાજ કરતું રમકડું, ડાચું; મોઢું, પંખીનાં બચ્ચાંનો અવાજ, બડબડવું તે; ગણગણવું તે; હા ના કર્યા કરવું તે, તેજથી અંજાઈ જાય તેવી ઝીણી આંખોવાળું; ચૂંચી આંખોવાળું; ચૂંધળું; ચૂંખળું; ચૂંખડું, મંદ દૃષ્ટિનું. ૨૪)​ ચુચુ – ગુદા, યોનિ, થાનનો ઉપલો ભાગ; કુચાગ્ર; સ્તનની ડીંટડી; સ્તનનો અગ્રભાગ ૨૫)​ ચેંચેં​ - બકવાસ; લવારી, આનાકાની, પતરાજી; બડાઈ; શેખી, પંખીના બચ્ચાનો બોલવાનો અવાજ   ૨૬)​​ ચોચો - ​એક જાતનો વેલો ૨૭)​​છીછી ​-​ખીચડી, કચરો; ખરાબ વસ્તુ; મલિનતા, ગૂ; છી; નરક,​માલ વિનાનું; કિંમત વગરનું; તુચ્છ, અણગમો કે તિરસ્કાર બતાવનાર શબ્દ; છટ; છટછટ, ગંદકીસૂચક ઉદ્ગાર ૨૮)​​ જજ ​-​ ન્યાયાધીશ, યોદ્ધો; લડવૈયો ૨૯) જાજા - ઘણા; ઝાઝા. ૩૦)​​ જીજી ​-​ ગરાસિયામાં બાપને માટે વપરાતો શબ્દ, આંખની કીકી, એ નામની મેમણની એક અટક, બા; માતાજી, ધાવ; દૂધમા, બહેન; મોટી બહેન; દીદી, મોટી મા; ...

શબ્દોની ગમ્મત* -3

 💐*શબ્દોની ગમ્મત* 💐 આગળ-પાછળથી સરખા વંચાતા બે અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૩ ------------------- ૩૧)​​ જૂજૂ -​ હાઉ; એક કલ્પિત ભયંકર જીવ (તેનું નામ નાનાં બાળકોને ડરાવવા માટે લેવામાં આવે છે.) ૩૨)​​ જેજે​ - જય જય; વંદન, જયાત્મક ઉદ્ગાર; જય જય એમ કહેવું તે; વંદનસૂચક ઉદ્ગાર, ફતેહ, જે ગમે તે; કરવું હોય તે, જેટલાં, દરેક; પ્રત્યેક ૩૩)​​ જોજો​ -​ સંભાળજો; યાદ રાખજો. ૩૪)​​ ઝાઝા ​-​ ઘણા, ભાંગ વડે બનાવેલું નશાવાળું મિશ્રણ; ઓછા પ્રમાણમાં મસ્ત બનાવે તેવી ભાંગ, સંતાકૂકડી જેવી એક રમત ૩૫)​​ ટાટા​ -​ એક અટક, આવજો (અંગ્રેજી) ૩૬)​​ ટીટી ​-​ મોઈદંડાની રમતમાં એક દાવ (તેમાં મોઈને દંડો મારી હવામાં થોડી ઉડાડી બીજો ફટકો મારવામાં આવે છે.) ૩૭)​​ ટેંટેં ​-​ ટીડપીડ કરવી તે; અણગમાનો બડબડાટ, દુઃખથી કાયર થઈ જવાને લીધે અણગમાનું માર્યું નાના નિર્બળ બાળકનું રહી રહીને રો રો કરવું તે; ખાલી દુઃખ ઉત્પન્ન કરે એવી દયા ભરેલી રીતે રડવું તે, બરાડવું તે; આરડવું તે, પોપટ પહેલી વખતે બોલવાની કોશિશ કરે ત્યારે થતો અવાજ, હુંપદ; ગર્વ; અહંકાર; પતરાજી ૩૮) ​​ટોટો ​-​ એક જાતનું ઘરેણું; મોટી ટોટી, એક જાતનું દારૂખાનું; હવાઈ; આતશબાજીની એક...

શબ્દોની ગમ્મત* -4

શબ્દોની ગમ્મત* - 5

 💐*શબ્દોની ગમ્મત* 💐 આગળ-પાછળથી સરખા વંચાતા બે અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૪ ------------------- ૪૧)​​ ઠોઠો ​-​ બાફેલા ઘઉં/તૂવેરનો આખો દાણો ૪૨)​​ ડડ​ -​ ભણવામાં ઠોઠ; બુદ્ધિહીણ; મૂર્ખ ૪૩)​​ ડોડો ​-​ એક નામશેષ પક્ષી, ચમરી, જુવારનું કણસલું, આંખનો ડોળો, દાણા ભરેલું ડૂંડું (જેમકે, મકાઈનો ડોડો) ફળફૂલના ગર્ભવાળો નવો ફૂટતો ગોટો, બગડેલું દૂધ; ફાટી ગયેલું દૂધ, હોંશ; ઉત્સાહ ૪૪)​​ તત ​-​ આત્માનો ખરો સ્વભાવ, ગર્ભ; સત્ત્વ, તત્ત્વ; મૂળ વસ્તુ; સાર, નતીજો; પરિણામ, પિતા; જનક, પુત્ર, મુખ્ય હેતુ, વાયુ, સિદ્ધાંત ૪૫)​​ તાતા ​-​ માનો બાપ, તાત; બાપ, નાચવાના તાનનો ઉદ્ગાર, તાતા થૈ; નાચવાના તાલ શીખવાનો એક શબ્દ, બે હથેળી એકબીજા સાથે અફાળતાં નીકળતો અવાજ, બે હથેળી વચ્ચે ટીપીને બનાવેલો રોટલો; ભાખર (આ શબ્દ બાળકો બોલે છે.), ગરમ; ઉષ્ણ, ચમકતું; તેજસ્વી, તાજું, તીવ્ર, તેજ, દાતાર; દાનેશ્વરી ૪૬)​​ તીતી ​-​ ચકલી, તેતર, પક્ષી, મોરને બોલાવવાની સંજ્ઞા ૪૭)​​ તુતુ ​-​ નાનું ગલૂડિયું ૪૮)​​ તોતો ​-​ પોપટ, રોટલો, જીભ, કૂતરાને બોલાવવામાં કે હાંકી કાઢવામાં વપરાતો શબ્દ, ત્યારે; તો પછી ૪૯ ) થૂથૂ ​-​ મોરથૂથૂ, તિરસ્કારવાચક શબ્દ; ફ...