શબ્દોની ગમ્મત* -3
💐*શબ્દોની ગમ્મત* 💐
આગળ-પાછળથી સરખા વંચાતા બે અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૩
-------------------
૩૧) જૂજૂ - હાઉ; એક કલ્પિત ભયંકર જીવ (તેનું નામ નાનાં બાળકોને ડરાવવા માટે લેવામાં આવે છે.)
૩૨) જેજે - જય જય; વંદન, જયાત્મક ઉદ્ગાર; જય જય એમ કહેવું તે; વંદનસૂચક ઉદ્ગાર, ફતેહ, જે ગમે તે; કરવું હોય તે, જેટલાં, દરેક; પ્રત્યેક
૩૩) જોજો - સંભાળજો; યાદ રાખજો.
૩૪) ઝાઝા - ઘણા, ભાંગ વડે બનાવેલું નશાવાળું મિશ્રણ; ઓછા પ્રમાણમાં મસ્ત બનાવે તેવી ભાંગ, સંતાકૂકડી જેવી એક રમત
૩૫) ટાટા - એક અટક, આવજો (અંગ્રેજી)
૩૬) ટીટી - મોઈદંડાની રમતમાં એક દાવ (તેમાં મોઈને દંડો મારી હવામાં થોડી ઉડાડી બીજો ફટકો મારવામાં આવે છે.)
૩૭) ટેંટેં - ટીડપીડ કરવી તે; અણગમાનો બડબડાટ, દુઃખથી કાયર થઈ જવાને લીધે અણગમાનું માર્યું નાના નિર્બળ બાળકનું રહી રહીને રો રો કરવું તે; ખાલી દુઃખ ઉત્પન્ન કરે એવી દયા ભરેલી રીતે રડવું તે, બરાડવું તે; આરડવું તે, પોપટ પહેલી વખતે બોલવાની કોશિશ કરે ત્યારે થતો અવાજ, હુંપદ; ગર્વ; અહંકાર; પતરાજી
૩૮) ટોટો - એક જાતનું ઘરેણું; મોટી ટોટી, એક જાતનું દારૂખાનું; હવાઈ; આતશબાજીની એક બનાવટ; મોટો ટેટો, ખોટ; નુકશાન, ગળાનો હૈડિયો; ગળાનો આગલો ભાગ
૩૯) ઠઠ - ટોળું; સમૂહ; જથ્થો, માણસ વગેરેનો ખૂબ ભરાવો કે જમાવ; ભીડ; ગિરદી
૪૦) ઠીઠી - ખડખડ હસવું તે; મોટેથી હસવાનો અવાજ; અટ્ટહાસ્ય, મશ્કરી; હાંસી
ક્રમશઃ
આધાર
----------
ભગવદ્ગોમંડલકોશ
સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત
જિલ્લો : આણંદ
ટિપ્પણીઓ