પેપર -507 McQ
સરકારી વિનયન કૉલેજ, બેચરાજી
પેપર -507 ગુજરાતી
☬ ઠાકોર શાન્તુ વિરમજી ☬ રોલ નં = 21
1. ☆ "માધવ ગાયો ચરાવે છે"- આ કયા પ્રકારનું વાક્ય ગણાય ?
(A) સાદું વાક્ય
(B) પ્રેરક વાક્ય ✅
(C) આજ્ઞાથૅક વાક્ય
(D) આમાંથી એકપણ નહીં
2,☆'ત', 'થ', 'દ', 'ધ' શું છે ?
(A)દંત્ય વ્યંજન ✅
(B)કોઠાર વ્યંજન
(C)તાલવ્ય વ્યંજન
(D) મૂર્ધન્ય પાશ્ચિક વ્યંજન
3☆'ચ', 'જ', શું છે ?
(A)પાશ્ચિક
(B)અનુનાસિક
(C) અર્ધસ્વર
(D) સ્પર્શ સંઘર્ષી✅
4☆'મ', 'ન', શું છે ?
(A)સંઘર્ષી
(B)પાશ્ચિક
(C)પ્રકંપી
(D)અનુનાસિક✅
5☆"ભાષા યાદૅચ્છિક વાચિક સંકેતોની વ્યવસ્થા છે, જેના વડે કોઈપણ એક સામાજિક સમૂહન સભ્યો એકબીજાના સાથે સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે"
- આ વ્યાખ્યા કોણે આપી છે ?
(A) જૉન બી. કેરલ
(B) રોબટૅ અે. હૉલ
(C) એડગર એચ. સ્તુર્તવાં✅
(D) એન્સાઇક્લોપીડિયા
બ્રિટાનિકા
6☆"ભાષા સ્વૈચ્છિક રીતે ઉપસાવેલા સંકેતો દ્વારા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા માટે પ્રયોજેલા ધ્વનિસંકેતોની શુદ્ધ માનવીય વ્યવસ્થા છે"
- આ વ્યાખ્યા કોની છે ?
(A)લુઇસ એસ. ગ્રે
(B)એડવડૅ સેપિર✅
(C)એન્સાઇક્લોપીડિયા
બ્રિટાનિકા
(D)ભોલાનાથ તિવારી
7.
“ભાષા એટલે યાદૃચ્છિક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશાવ્યવહાર કરવાની . માનવો
થકી ઉપયોગમાં લેવાતી વાચ્ય-શ્રાવ્ય આદતોની વ્યવસ્થા છે.”
જવાબ : રોબર્ટ હૉલ
8. કોના મતે ગુજરાતી
ગુજરાતી ભાષામાં સ્વરોની સંખ્યા 8 છે?
જવાબ = પ્રબોધ પંડિત
9. ગુજરાતી ભાષામાં ધ્વનિ ઘટકોને મુખ્યત્વે કેટલા વિભાગોમાં
વહેચવામાં આવે છે?
જવાબ = 2
1). તેસ્સીતોરીએ જેને "જૂની પશ્વિમી રાજસ્થાની" તરીકે ઓળખાવી હતી તે
ભાષાને ઉમાશંકર જોશીએ કયા નામે ઓળખાવી છે?
જવાબ: મારુ-
ગુર્જર
2). સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતરી આવેલા શબ્દોને કયા નામે ઓળખવામાં આવે છે?
જવાબ: તત્સમ
3). જે શબ્દો લોકજીભે પ્રચલિત હોય પણ જેની વ્યુત્પત્તિ કે મૂળ વિશેની ચોક્કસ
માહિતી ન મળતી હોય તેવા શબ્દોને કયા નામે ઓળખવામાં આવે છે?
જવાબ:
દેશ્ય(દેશી)
4). ભારતીય આર્ય પરિવારની ભાષાઓના મૂળ કઈ ભાષામાં છે?
જવાબ: ભારત
યુરોપીય
5) ગુજરાતી, હિન્દી, પંજાબી, બંગાળી વગેરે ભાષાઓના સમૂહ માટે કઈ સંજ્ઞા પ્રયોજાય છે?
જવાબ: ભગિની
ભાષા
6) સોળમી સદીમાં ભાલણે પોતાની ભાષા માટે કયો શબ્દ વાપર્યો હતો?
જવાબ: ગુર્જર
ભાષા
7) નીચેનામાંથી કઈ બોલી ગુજરાતી ભાષાની નથી?
જવાબ:અવધિ
8) ભાષાનું પ્રારંભિક રૂપ કયા પ્રકારનું હતું?
જવાબ: મૌખિક
વિદ્યાર્થીનું
નામ: સોલંકી આશાબા જીતુભા - પેપર નંબર: 507 (ભાષા વિજ્ઞાન) રોલ નં.: 79
૧.નામ ને બદલે
વપરાતા પદ ને શું કહે છે?
✓ સર્વનામ.
૨. જુદી-જુદી
વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે
વપરાતા સર્વનામ ને શું કહે છે?
✓ પુરુષવાચક
સર્વનામ.
૩. ... પ્રથમ
પુરુષવાચક સર્વનામ છે.
✓ 'હું'
૪. જેના વિશે
વાત કરાય છે તેને કયો પુરુષ કહેવાય છે?
✓ ત્રીજો.
૫. કયો સવૅનામ
બીજા શબ્દ ની અપેક્ષા રાખે છે?
✓ સાપેક્ષ સવૅનામ.
૬. 'તમને કઈ સાડી ગમે છે? 'આ' કે 'પેલી'? માં 'આ' અને 'પેલી'.... સર્વનામ છે?
✓ દર્શક સર્વનામ.
૭. 'કોણ', 'શું', 'કહ્યું'એ.... સર્વનામ છે?
✓ પ્રશ્ર્નવાચક.
૮. 'એ' કરતાં'આ' સર્વનામ શાના માટે વપરાય છે?
✓ નજીક ના પદાર્થ
માટે.
૯. જે સર્વનામથી
ચોક્કસ વ્યક્તિ કે પદાર્થ નો અર્થ સચવાતો નથી તે કયો સવૅનામ છે?
✓ અનિશ્ચિત.
૧૦. 'મે પોતે આ કામ કર્યું છે'
આ વાક્ય માં 'પોતે' .... સર્વનામ છે?
✓ સ્વવાચક
સર્વનામ.
૧૧. 'અહીથી કોણ ગયું' વાક્યમાં... સર્વનામ છે?
✓ પ્રશ્ર્નવાચક.
૧૨. 'જે અફવા ફેલાવે તે દેશદ્રોહી ગણાય' સર્વનામ... છે?
✓ સાપેક્ષ.
૧૩. સર્વનામ ના
ઉપયોગથી વાક્ય ... બને છે?
✓ ટૂંકું.
નામ= ઠાકોર જીજ્ઞેશા બેન ગોવિંદજી. રોલ નં:87
નામ= કોમલ
હષૅદભાઈ સાધુ રોલ નં. = ૭૩
* નીચેના વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધી તે કયા
પ્રકારમાં આવે છે તે દશૅાવો.
૧. ઉતાવળે આંબા
પાકતા નથી-
= (' ઉતાવળે' - રીતિવાચક)
૨. પુલિન મોડો
ગયો-
= (' મોડો'- કાળવાચક)
૩. શૈલ નીચે
બેઠો છે-
= (' નીચે'- સ્થળવાચક)
૪. હેમેન્દ્રને
થોડું વાગ્યું છે-
= (' થોડું'- પરિમાણવાચક)
૫. દિવ્યા
છેલ્લી આવી-
= (' છેલ્લી'- ક્રમવાચક)
૬. ભલે, એમાં મને વાંધો નથી.
= (' ભલે'- સ્વીકારવાચક)
૭. તમને વારંવાર
કહ્યું પણ તમારા મનમાં ઉતરતી કેમ નથી?
= (' વારંવાર'- સંખ્ય વાચક)
૮. તમારે જૂઠું
ન બોલવું જોઈએ.
= (' ન'- નિષેધવાક્ય)
૯. જાણે કુદરતનો
કોપ ન ઉતયૅા હોય!
= (' જાણે'- સંભાવનાવાચક)
૧૦. એ અવશ્ય
આવશે.
= (' અવશ્ય'- નિશ્ચયવાચક)
નામ:- ભરવાડ
નવઘણ જી રોલ નં:-28 સેમ:- 5 અસાઈમેન્ટ :- 507
1 =] " ગાંધીજી સત્ય ના ચાહક હતા" એ વાક્ય ક્યાં કાળ નું છે ?
(A) વર્તમાનકાળમાં
(B) ભૂતકાળ
(C) ભવિષ્યકાળ
(D) વર્તમાનકાળ અને ભૂતકાળ
2 =] ગુજરાતી ભાષા માં મુખ્ય કાળની સંખ્યા કેટલી
ગણાય છે ?
(A) 4
(B) 3
(C) 2
(D) 1
3=] દક્ષિણ ગુજરાત માં કઈ બોલી બોલાય છે ?
(A) પટ્ટણી
(B) સુરતી
(C) સ્વાહિલી
(D) સૌરાસ્ટ્રી
4=] ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે ?
(A) સોરઠી
(B) ચરોતરી
(C) પટ્ટણી
(D) સુરતી
5=] મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલાય છે ?
(A) ચરોતરી
(B) સુરતી
(C) કાઠિયાવાડી
(D) પટ્ટણી
6 =] પશ્ચિમ ગુજરાતમાં કઈ બોલી બોલાય છે ?
(A) રાજસ્થાની બોલી
(B) કાઠિયાવાડી બોલી
(C) મારવાડી બોલી
(D) ચરોતરી બોલી
7 =] લિપિ કેવા સંકેતો ની પદ્ધતિ છે ?
(A) ઉચ્ચારીત
(B) શ્રવણ
(C) ર્દશ્ય
(D) મધ્યમ
8=] માનવભાષાના ધ્વનિસંકેતો કેવા હોય છે ?
(A) યાર્દચ્છિક
(B) વ્યંજણાત્મક
(C) ર્દશ્ય
(D) પ્રતીકાત્મક
THAKOR GAYATRI BEN
BHARATJI B.A.T.Y sem 5 gujarati pepar cod 507
1) અર્થ ધરવાત નાના એકમો ને શું કહે છે?
જવાબ = રૂપધટક
2)ભાષાસંધટના ની આકૃતિ કયા ભાષાશાસ્ત્રી એ
આપેલી છે?
જવાબ = હોકિટ
3)
ભાષાનું કયું ધટકતત્ત્વ અસંધટિત છે?
જવાબ = શબ્દકોશ
4)ધ્વનિધટકોની શ્રેણી રચવા ભાષામાં જે નિયમો છે
તેને શું કહે છે?
જવાબ =
ધ્વનિતંત્ર
5)ભાષામાં રૂપધટકોના સ્તરેજોવા મળતી વ્યવસ્થા ને શું કહે છે?
જવાબ = રૂપતંત્ર
6)ભાષામાં વાક્યને સ્તરે
જોવા મળતી વ્યવસ્થા ને શું કહે છે?
જવાબ =
વાકયતંત્ર
7) ભાષામાં કયા સ્તરે વ્યવસ્થા જોવા મળેતી નથી.
જવાબ =
શબ્દભંડોળના સ્તરે
8) ભાષા અને બોલી વચ્ચે કયો ભેદ છે?
જવાબ =
વ્યવહારીક
9) કોઇ મોટા ભાષાસમાજમા જે મહત્ત્વના પ્રાદેશિક-સામાજિક અસ્તિત્વ ધરાવતા હોય તેનુ-'સાહિત્યક
માન્યભાષા','બોલચાલની
માન્યભાષા' ,'પ્રાતિય માન્યભાષા ',ઉપશિષ્ટ ભાષા અને સથાનિક બોલી એવુ વર્ગીકરણ કોને કર્યું છે?
જવાબ = બ્લુમફીલ્ડ
10) સ્ત્રીલિંગમાં વિશેષણ અને કૃદંતમુલક કિયાપદોને બ.વ.નો 'ઓ' પ્રત્યેય લગાવવાનું વલણ
ગુજરાતીની કઈ કઈ બોલીમાં જોવા મળે છે?
જવાબ = પટૄણી
અને ચરોતરી બોલી
11) ગુજરાતીની કઈ બોલીમાં બહુવચનનો 'ઉ' પ્રત્યેય લગાડવાનું વલણ જોવા મળે છે?
જવાબ = સૌરાષ્ટ્રી
12) પ્રાદેશિકતા પ્રમાણે મળતા ભાષા ભેદ ને શું કહે છે?
જવાબ = બોલી
13) કોલેજના વિદ્યાર્થીઓ મજાક મશ્કરી માટે
પ્રયોજતા ભાષાભેદ ને ભાષાશાસ્ત્રમા શું કહે છે ?
જવાબ = સ્લેંગ
14) તાલવ્યનના પરિશયમા કંઠયનું તાલુકરણ કઈ બોલીનું લક્ષણ છે?
જવાબ = પટ્ટણી
15) તાણે, હેંડ, વાખ,સઈરખ, વાયરો કઈ બોલીના
શબ્દો છે?
જવાબ = પટ્ટણી
16) ગમ,અગાડી, બુહલુ,જેમણા,ધાગડી કઈ બોલીના શબ્દો છે?
જવાબ = ચરોતરી
|
|||||
|
|||||
ઝાલા જયપાલસિંહ, એ રોલ નં:- 94 સેમ:- 5
*ખાલી જગ્યા પૂરો
(1) ભાષા અને બોલી વચ્ચે ___ સ્વરૂપ _____ નો નહીં, કાર્યવિસ્તાર
નો ભેદ છે, ( સ્વરૂપ, કાર્યવિસ્તાર, સામાજિક મોભો)
(2) ભાષા સમાજમાં સામાજિક ભેદે વર્ગ ભેદે વ્યવસાય
ભેદે અને વયજૂથ ભેદે બોલીભેદો અસ્તિત્વ ધરાવતા હોય છે,
(3) ભાષાઓના વર્ગીકરણ ની બે મુખ્ય પદ્ધતિ ઓ છે :ઐતિહાસિક અને રૂપતંત્રીય (,ઐતિહાસિક આનુવંશિક, પ્રકૃતિમુલક, રૂપતંત્રીય)
(4) ભાષાની ઉક્તિમાં વ્યાકરણની સબંધો એ માટે ના ખાસ રૂપઘટકો વડે જ
વ્યક્ત થાય એવું નથી, ખાસ યુક્તિઓ અને ખાસ નિયમો
વડે પણ વ્યક્ત થાય,
* નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અને ખોટા હોય તે સુધારીને લખો,
(1) ભાષામાં બધી જાત ના અવાજોનો ઉપયોગ થાય છે, જવાબ
= ખોટું
(2) દરેક ધ્વનિઘટકને કંઈક ને કંઈક અર્થ હોય છે, જવાબ = ખોટું
(3) ભાષામાં અર્થ ધરાવતો એકમ તે રૂપઘટક જવાબ = સાચું
(4) એક પરિવાર ની ભાષાઓ હંમેશા એક સ્વરૂપની હોય
છે જવાબ
= ખોટું
(5) બોલીઓને નૈસર્ગિક સીમાઓ હોતી નથી. જવાબ = સાચું
(6) બોલી એટલે ભાષાનું વિકૃત સ્વરૂપ. જવાબ = ખોટું
વાક્યમા કૃદંત
ના પ્રકારો.
પ્રશ્રન - 1. તે ચાલતાં ચાલતાં ખાતો હતો .
જવાબ - વર્તમાન કૃદંત.
પ્રશ્રન - 2. રમેશે મને બધી વાત કહેલી.
જવાબ - ભૂતકૃદંત.
પ્રશ્રન - 3. બાળકે વૃક્ષ પરથી પળેલુ ફળ લીધું.
જવાબ - ભૂતકૃદંત.
પ્રશ્રન. - 4. એનો પડ્યો બોલ ઝિલાય છે.
જવાબ - ભૂતકૃદંત.
પ્રશ્રન. - 5. રાધાએ પડ્યાં પડ્યાં વાંચ્યા કર્યું .
જવાબ. - 6. કેરીનું પાસૅલ ક્યારે આવનાર છે ?
જવાબ. - ભવિષ્યકૃદંત.
પ્રશ્રન - 7. લખવાનું તો ઘણું છે
પણ સારા લખનારા નથી .
જવાબ - ભવિષ્યકૃદંત.
પ્રશ્રન. - 8. મુખ્ય બોલનાર વક્તા હજુ આવ્યા નથી.
જવાબ. - ભવિષ્યકૃદંત.
પ્રશ્રન. - 9 તમારે બરાબર નવ વાગ્યે આવી જવુ.
જવાબ. - વિધ્યતૅ કૃદંત.
પ્રશ્રન. - 10. એને પરીક્ષામા પાસ થવુ છે.
જવાબ. - વિધ્યથૅ કૃદંત .
પ્રશ્રન. - 11. એ તો એ ને કરવું હશે તો કરશે.
જવાબ. - વિધ્યથૅ કૃદંત.
પશ્રન. - 12. દવા ખાવી કોને ગમે ?
જવાબ - વિધ્યથૅ કૃદંત.
પશ્નન - 13. તમે મારા ત્યાં જમીને જજો.
જવાબ - સંબંધક ભુતકૃદંત.
પ્રશ્રન. - 14. તે ગાતા ગાતા નાચવા લાગ્યા .
જવાબ. - વતૅમાન કૃદંત.
પ્રશ્રન - 15. હુ હમણા આવ્યો સમજો.
જવાબ. -
ભૂતકૃદંત.
1. નીચેના
વાક્યોમાંથી નિપાત ઓળખાવો.
1. અમે તો લોટો સાચવી રાખ્યો છે.
જવાબ= તો
2. ખરેખર સીમાએ સંધ્યાની ઘણી જ ઉપેક્ષા કરી છે.
જવાબ= જ
3. માતાજી સામું જોજો.
જવાબ= જી
4. ફક્ત દસ મિનિટમાં આવી જાઓ.
જવાબ= ફક્ત
5. એણે મને પણ બોલાવ્યો.
જવાબ= પણ
6. તું ડાહ્યો ખરો.
જવાબ= ખરો
7. મેં કહ્યું તે સાચું ને?
જવાબ= ને
8. હું ન પણ જાઉ.
જવાબ= પણ
9. બધી વાતે વટ પડે એવું હુંય માનું.
જવાબ= ય
10. વનમાં વ્હાલાજી પાસે હુંય વસું છું નેહા.
જવાબ= ય
11. અહીં જમતા ત્યારે તો શરીરે સારા હતા.
જવાબ= તો
12. શેઠજી, મને થોડા પૈસા
આપો.
જવાબ= જી
13. આ કામ તમારાથી જ થશે.
જવાબ= જ
14. મેં ના કહી છતાં એ બોલ્યો જ.
જવાબ= જ
15. મીનાજી, પધારો.
જવાબ= જી
ધાર્થીનું નામ :
સોલંકી આશાબા જીતુભા
સેમ. : 5 , BA. S.Y
રોલ નં.: 79
વિષય : ગુજરાતી
એસાઇમેન્ટ પેપર નં. : 510 (સમીક્ષા -
અપઠિત)
નીચેના
પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.
1. ક્રિયાપદ એટલે શું?
ઉ. વાક્યમાં જે
પદ ક્રિયા દર્શાવે છે તેને ક્રિયાપદ કહે છે.
2. અકર્મક ક્રિયાપદ કોને કહેવાય?
ઉ. જે
ક્રિયાપદને કર્મ નથી તે અકર્મક ક્રિયાપદ કહે છે.
3.' તમે પત્ર લખો છો' વાકય સકર્મક છે કે અકર્મક ?
ઉ. 'તમે પત્ર લખો છો' વાક્ય સકર્મક છે.
4. સકર્મક ક્રિયાપદમાં ક્રિયાનું ફળ કોણ ભોગવે
છે કર્તા કે કર્મ?
ઉ. સકર્મક
કિયાપદમાં ક્રિયાનું ફળ કર્મ ભોગવે છે.
5.સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય?
ઉ. વાક્યમાં જે
ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદને કાળ અને અર્થ સૂચવવામાં મદદ કરે છે તે સહાયકારક
ક્રિયાપદ કહેવાય છે.
6. સંયુક્ત ક્રિયાપદ એટલે શું?
ઉ. વાક્યમાં
જ્યારે બે ક્રિયાપદ સાથે આવીને એક ક્રિયા દર્શાવે છે ત્યારે તે સંયુકત ક્રિયાપદ
બને છે.
7. ક્રિયાપદના કાળ કેટલા અને કયા ક્યા છે?
ઉ. ક્રિયાપદન
કાળ ત્રણ છે : 1. વર્તમાન 2. ભૂતકાળ ૩.
ભવિષ્યકાળ .
8. ક્રિયાપદનાં કાળ ક્યા પ્રકારની ક્રિયા
દર્શાવે છે?
ઉ. ક્રિયાપદનાં
કાળ નિયમિત ક્રિયા, ચાલુ ક્રિયા, પૂરી થઈ ગયેલી
ક્રિયા કે થનાર અથવા ઇચ્છિત ક્રિયા દર્શાવે છે.
9. મુખ્ય ક્રિયાપદને મદદ કરનાર ક્રિયાપદને ક્યા
નામે ઓળખવામાં આવે છે? નામ જણાવો.
ઉ. મુખ્ય
ક્રિયાપદને મદદ કરનાર ગૌણ ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદ કહેવાય છે. 'હો' અને 'છ'નાં રૂપ સહાયકારક ક્રિયાપદનાં રૂપ છે.
10. ક્રિયાપદનાં અર્થ ક્યા ક્યા છે? તેના પ્રકાર જણાવો.
ઉ. ક્રિયાપદનાં
અર્થના મુખ્ય પાંચ પ્રકાર છે : 1.નિર્દેશાર્થ 2. આજ્ઞાર્થ
૩.વિધ્યર્થ 4. સંભાવનાર્થ 5. ક્રિયાતિપ્રત્યર્થ
ટિપ્પણીઓ