પોસ્ટ્સ

જુલાઈ 8, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લોકસંસ્કૃતિમાં ચાચર-ચોકનું માન અને સ્થાન

    લોકસંસ્કૃતિમાં ચાચર-ચોકનું માન અને સ્થાન ભારતીય  અને યુરોપીય એવી બંને મુખ્ય આર્ય શાખાઓમાં કલા  અને સંસ્કૃતિના વિકાસમાં ચાચર-ચોકનું ખાસ મહત્ત્વ રહ્યું છે. વિશ્વની લગભગ તમામ ક્રાંતિઓનું ઉદ્દભવ સ્થાન નગર કે ગામનો ચોક રહ્યો છે.  સામાજિક , ધાર્મિક , રાજકીય , મનોરંજન કે કલાકીય એમ વિવિધ પ્રવૃતિઓ  માટે ગામ કે નગરના ચોકનો ઉપયોગ થાય છે. કોઈ પ્રસંગ- ઉત્સવ કે સભા-સરઘસ નિમિત્તે   વિશાળ જનસમૂદાય ગામ કે નગરના ચોકમાં એકઠો થાય ને ત્યાં  ઘટના વિશેષની ચર્ચાવિચારણા કરે છે. એમાંથી  જ આગળ જતાં બહુમોટી અને પરિણામગામી સામાજિક અને રાજકીય પરિવર્તનની પ્રક્રિયાનું બીજારોપણ થાય છે.                ‘ ચાચર ’ શબ્દ મૂળ સંસ્કૃતના ‘ ચત્વર ’ પરથી ઉતરી આવ્યો છે. ‘ ચત્વર ’ નું પ્રાકૃતમાં ‘ ચચ્ચર ’ થયું. તેનું ગુજરાતીમાં ‘ ચાચર ’ બન્યું. સંસ્કૃત ચત્વરનો અર્થ થાય ચોક , જે ચારની સંખ્યા સૂચવે છે. જ્યાં ચાર રસ્તા મળતા હોય તેવી જગ્યા , ચાર રસ્તાનું ચકલું. બીજો એવો અર્થ પણ કરી શકાય કે ચો...