અંદાજી - અંદાજિત
શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૧૩) --------------------------------------- (૧૬) અંદાજી - અંદાજિત --------------------------------- 'અંદાજી' એ 'અંદાજ' પરથી બનેલું વિશેષણ છે. તેનો અર્થ ' અંદાજ પરથી નક્કી કરેલું', ' 'અંદાજ દર્શાવતું' થાય છે. 'અંદાજિત' જેવો કોઈ શબ્દ જ નથી. પરંતુ સામાન્ય રીતે સંસ્કૃત તત્સમ શબ્દોને 'ઇત' પ્રત્યય લગાડીને વિશેષણ બનાવાતું હોય છે. તેથી એવા જ ભ્રમમાં રહીને આ ફારસી શબ્દને 'ઇત' પ્રત્યય લગાડવામાં આવે છે. દા. ત. -------- આ યોજનાના અંદાજી ખર્ચની વિગતો જણાવશો. (અહીં 'અંદાજિત' ખર્ચ ન લખાય.) જોકે રતિલાલ સાં. નાયક રચિત 'મોટો કોશ' માં અંદાજિત શબ્દ સ્વીકારાયેલો છે, પણ 'સાર્થ જોડણીકોશ'માં સ્વીકારાયેલો નથી. (૧૭) સંગૃહીત - સંગ્રહિત --------------------------------- 'સંગૃહીત' 'सम् + ग्रह्' પરથી બનેલું વિશેષણ છે. તેનો અર્થ - સંગ્રહ કરેલું - થાય છે. આ સંસ્કૃત શબ્દ છે અને સામાન્ય રીતે ગુજરાતીમાં એનો ઉપયોગ થતો નથી. 'સંગ્રહિત' જેવો કોઈ શબ્દ જ નથી. પરંતુ 'સંગ્રહ' શબ્દને ...