પોસ્ટ્સ

ઑક્ટોબર 12, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પ્રેમીઓના સનાતન પ્રશ્નો

  પ્રેમીઓના સનાતન પ્રશ્નોને વાચા આપતું ગીત ‘ઓ શરદપૂનમની ચંદા’                                                                                 ડૉ. બિપિન ચૌધરી ઓ શરદપૂનમની ચંદા , મને જવાબ દેતી જા. આ દર્દ –એ –દિલને મળે વિસામો,આ દુનિયામાં ક્યાં ? મારો પહેલો સવાલ આ, મને જવાબ દેતી જા.      ઓ શરદપૂનમની ચંદા , મને જવાબ દેતી જા. તે લાખ લાખ પ્રેમીને હૈયે,રસના ગીત ભર્યા, કાં વિરહે બળતી વિજોગણોને,કાતીલ ઘાવ કર્યા તું હા કહે   કે ના, મને જવાબ દેતી જા. ઓ શરદપૂનમની ચંદા , મને જવાબ દેતી જા. શુદ્ધ હૃદયનાં બે પ્રેમીના, હૈયા જ્યાં મળતાં, એ હૈયાની ઉજળી જ્યોતે, દુનિયા બળ...

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાન     ડૉ. બિપિન ચૌધરી સત્યમ , શિવમ અને સુન્દરમ _ આ ત્રણેય મૂલ્યો પરસ્પર સંકળાયેલાં   છે. સુન્દરનો સંબંધ સ્વચ્છતા પણ સાથે જોડી શકાય. જ્યાં સ્વચ્છતા છે ત્યાં સુન્દરતા દેખાય જ. ગંદકી હોય ત્યાં સુન્દરતા ન ટકી   શકે. સ્વચ્છતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનો એક મહત્ત્વનો   સદગુણ છે, ઓળખ છે. કોઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશનું મૂલ્યાંકન તેના ચોખ્ખાઈ કે સ્વચ્છતા જાળવવાના કાર્યક્રમોથી કરી શકાય . સુન્દર સ્થળે જવું કે સ્વસ્થ વ્યક્તિને મળવું કોને ન ગમે ? સ્વચ્છતા તો પ્રભુને પણ પ્યારી છે. એટલે જ તો કહેવાયું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગાંધીબાપુ તો કહેતા કે ‘પવિત્રતા પછી તરત સ્વચ્છતાનું સ્થાન છે.’   સ્વચ્છતા જાળવવી એ તો પ્રભુની આરાધના છે. પ્રાચીનકાળથી   જ આપણા ધર્મ ગ્રંથોમાં તનમનની સ્વચ્છતા પર   ભાર મૂકવામાં આવ્યો છે. પુરાણોમાં અને અન્ય ધર્મગ્રંથોમાં નાહવાની ક્રિયાને નિત્ય -ક્રમમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેમ ના કરવું પાપ માનવામાં આવે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના આચારાધ્યાયના બ્રહ્મચારી પ્રકરણમાં ગુરુ   વેદ ભણાવ્યા બાદ શિષ્યને શૌચ ...

દલિત સંવેદનાથી ધબકતું ‘ઝાખરું’

દલિત સંવેદનાથી ધબકતું ‘ઝાખરું’ --- ડો. બિપિન ચૌધરી (‘ઝાખરું’: ધરમાભાઈ શ્રીમાળી, પ્રકાશન: ડિવાઈન પબ્લીકેશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ:૨૦૧૨, કિંમત: ૭૫રૂ. )   ધરમભાઈ શ્રીમાળી એક સક્ષમ વાર્તાકાર છે. તેઓ મૂળ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગાદલવાડાના વતની છે. લલિત-દલિત બંને ધારાઓમાં તેમણે આગવી ઓળખ ઊભી કરી છે. તેમની પાસેથી ‘સાંકળ’, ‘નરક’, અને ‘રવેશ’   જેવા વાર્તાસંગ્રહો મળે છે. ‘ઝાખરું’ એમનો ચોથો વાર્તાસંગ્રહ છે. વાર્તાઓ ઉપરાંત ‘ભંડારિયું’ નામે સંસ્મરણનો સંગ્રહ અને એકાદ-બે અન્ય સંપાદનો મળે છે. ધરમાભાઈ મુખ્યત્વે વાર્તાકાર તરીકે વિશેષ જાણીતા છે. તેમની વાર્તાકલાને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, મુંબઈ કલા ગૂર્જરી, દાસી જીવણ એવાર્ડથી પુરસ્કૃત કરવામાં આવી છે. ‘ઝાખરું’ વાર્તાસંગ્રહમાં કુલ ૧૨ વાર્તાઓ આલેખી છે. સર્જકની સામાજિક નિસબત આ વાર્તાઓમાં ઉભરી આવે છે. આ સંગ્રહમાં સમાવિષ્ટ મોટાભાગની વાર્તાઓ પ્રતિવર્ષ થતા શ્રેષ્ઠ વાર્તાઓના સંપાદનોમાં સ્થાન પામી છે. આ વાર્તાસંગ્રહનું શીર્ષક સંકેતાત્મક છે. ‘ઝાખરું’ શબ્દનો સામાન્ય અર્થ થાય “ ઝાડવાં ” , “ છોડવાઓનું કાંઇક સુકાઈ ગયેલ...

એ નવરાત્રીઓ .....................

મિત્રો,  નવરાત્રીનું આ વખતે પ્રથમ વાર વેકેશન મળ્યું છે.   રાત્રે મોડા સુધી  બાળભેરું જોડે બેસવાનું અને ગામ ગપાટાં મારવાનું કોને ના ગમે ? વર્ષો જૂના દિવસો યાદ કરવાના,-------  સંતાકૂકડી રમતાતા, માટીથી નાહતાતા, પરસેવાથી તરબતર એટલા કે કે હાલ નાહીને આવ્યા હોઈએ એવું લાગે. માટી -પરસેવો  જાણે અમારો મેકઅપ. ભાગોળમાં ધૂળના ઢગલાઓમાં રાજા થઈને બેસતા. નવરાત્રીએ  મનભરીને રમવા મળે. ના રોક ના ટોક. ચોમાસાના ઊંચા ઉગેલા ઘાસમાં એરુઝોઝરુંના સહેજ પણ દર વગર સંતાઈ જઈએ. આ  ચોરપોલીસની રમતમાં  પોલીસ થાકી જાય. જ્યાં અંબે માતકી જાય  સાથે આરતી પૂરી થાય ને દોડ પટ્ટી આરતી પાસે. આરતીની થાળી  લઈને ફરીએ સેવા ભાવના તો ખરી પણ એકાદ બે રૂપિયાનો મેળ પડી જાય તો પાન ખાવાની લિજ્જત ॰લઈ શકાય એ ગણતરી સાચી. દસમાં બારમાં ધોરણમાં ભણતા ત્યાં સુધી તોનવરાત્રી એક બાજુ ચાલતી હોય અને બીજી બાજુ અમારી ટોળીઓ  રમ્યા જ  કરતી હોય. અજમેલ  સલાટ પણ હોય તલીયો, બોબી, ઠૂંઠી, પકલો , પલો વગેરે. ટીમ હોય. કોઈક વાર ગેંગ વોર પણ થાય એનું. એનું ઠેકાણું  ભાગોળમાં.  ધમકી...