ક્યાં - કયાં
શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૭) --------------------------------------- (૮) ક્યાં - કયાં ------------------- આ બંને શબ્દોની જોડણીમાં અને ઉચ્ચારમાં સામ્ય દેખાય છે, પરંતુ 'ક્યાં' જોડાક્ષર છે. તેમાં 'ક' 'યાં' સાથે જોડાયેલો છે. આ શબ્દ સ્થળ દર્શાવે છે. તે અવ્યય છે, જ્યારે 'કયાં' - 'કયું'નું બહુવચનનું રૂપ છે. તે વિશેષણ તરીકે વપરાય છે. બંને શબ્દો પ્રશ્નવાચક અર્થ દર્શાવે છે. દા. ત. -------- (૧) તમે ક્યાં ગયા હતા ? (ક્યાં = કઈ જગ્યાએ) (૨) તમે કયાં પુસ્તકો ખરીદ્યાં ? (કયાં પુસ્તકો = પુસ્તકોનાં નામ, પ્રકાર વગેરે અંગે પ્રશ્ન) સૌજન્ય : ------------ ભાષાગૌરવ ભાષા નિયામકની કચેરી ગુજરાત રાજ્ય (ક્રમશઃ) પ્રસ્તુતિ : ----------- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦ બારડોલી