તેને - તેણે - તેમને - તેમણે
શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૬)
---------------------------------------
(૭) તેને - તેણે - તેમને - તેમણે
-------------------------------------
'તે' સર્વનામને બીજી વિભક્તિનો પ્રત્યય લાગતાં એકવચનમાં 'તેને' અને બહુવચનમાં 'તેમને' રૂપ બને છે, જ્યારે ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગતાં એકવચનમાં 'તેણે' અને બહુવચનમાં 'તેમણે' રૂપ બને છે.
દા. ત.
---------
(૧) મેં તેને પુસ્તક આપ્યું.
(બીજી વિભક્તિ એકવચનનું રૂપ)
(૨) તેણે મને પુસ્તક આપ્યું.
(ત્રીજી વિભક્તિનું એકવચનનું રૂપ)
(૩) મેં તેમને પુસ્તક આપ્યું.
(બીજી વિભક્તિનું બહુવચનનું રૂપ)
(૪) તેમણે મને પુસ્તક આપ્યું.
(ત્રીજી વિભક્તિનું બહુવચનનું રૂપ)
સૌજન્ય :
------------
ભાષાગૌરવ
ભાષા નિયામકની કચેરી
ગુજરાત રાજ્ય
(ક્રમશઃ)
પ્રસ્તુતિ :
-----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦
બારડોલી
ટિપ્પણીઓ