પોસ્ટ્સ

ફેબ્રુઆરી 18, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મા ભાષા

 #માતૃભાષા_દિવસ  🌹(માતૃભાષાનો વૈભવ)🌹 મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી! આપ માતૃભાષાને ચાહો છો. ભાઈ ! આજના આ દિવસનો  હેતુ પણ  આપણી માતૃભાષા છે. આપણે બધા દૂર દૂર સુધી જોડાયેલા છીએ તે પણ આપણી માતૃભાષાને કારણે જ તો…                     ~~~~~~~~~~~ ▪આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે.  ▪આપણને સપનાં પણ માતૃભાષામાં જ આવે છે. ▪માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે.  ▪આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં. ▪હાથ કરતાં પણ વધુ હાથવગી માતૃભાષા છે.  ▪આપણે પ્રેમ કરીએ , થોડો કજિયો કરીને રિસાઈએ - રડીએ , કિટ્ટા કરીએ કે વહાલ ! બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે.  ⚜આપણી માતૃભાષા ગુજરાતી અજબગજબની છે⚜ એમાં સગાં - વહાલાં માટે , અંગ્રેજી કરતાંય વધારે શબ્દો છે. જેમકે .......                   મામા મામી , માસા માસી ,                    ફોઈ ફુવા , બહેન બનેવી ,     ...

21/2/21

  ઈ. સ. ૨૦૦૦ની સાલથી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા ગૌરવ’ દિનની ઉજવણી કરવામાં આવે છે તેની ખબર ઘણાને હશે, પણ આ ઉજવણી શા માટે ૨૧મી ફેબ્રુઆરીએ જ કરવામાં આવે છે તેની ખબર બહુ ઓછા લોકોને હશે. ઈ. સ. ૧૯૯૯ની ૧૭મી નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘની પેટા સંસ્થા ‘યુનેસ્કો’ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે હવેથી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીની ઉજવણી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે કરવી. આ ઠરાવના અમલરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશો ઈ. સ. ૨૦૦૦ની સાલથી ‘વિશ્વ માતૃભાષા દિન’ ની ઉજવણી કરતા આવ્યા છે. આ ઉજવણીના મૂળમાં ઈ.સ. ૧૯૫૨ની ૨૧મી ફેબ્રુઆરીએ ભારતના પડોશી બાંગલાદેશમાં બનેલી એક ઘટના છે. આ ઘટનામાં ચાર યુવાનો માતૃભાષા માટે લડતાં શહીદ થઈ ગયા હતા. ઈ. સ. ૧૯૪૭માં ભારત-પાકિસ્તાન આઝાદ થયા ત્યારે પાકિસ્તાન પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલું હતું. પશ્ચિમ પાકિસ્તાનની મુખ્ય ભાષા ઉર્દૂ હતી તો પૂર્વ પાકિસ્તાનની મુખ્ય ભાષા બંગાળી હતી. પાકિસ્તાનના લગભગ બધા મુખ્ય શાસકો પશ્ચિમ પાકિસ્તાનમાંથી આવતા હોવાથી તેમણે સરકારી કામકાજની ભાષા તરીકે પૂર્વ પાકિસ્તાન ઉપર પણ ઉર્દૂ ભાષા ઠોકી બેસાડી હતી. પૂર્વ પાકિસ્તાનની પ...

M.A. sem 4 paper 401 Assignment

છબી
 અસાઈમેન્ટ  m.A. 4 paper 401  ગુજરાતી  વિવેચન પરંપરા  અસાઈમેન્ટ 1  વિવેચન એટલે શું? તે જણાવી વિવેચન સંજ્ઞા અને પ્રકારનો પરિચય કરાવો.  અસાઈમેન્ટ 2  ગુજરાતી  વિવેચન  પરંપરા  વિશે વિસ્તારથી  સમજાવો. અસાઈમેન્ટ _3 ગાંધીયુગની વિવેચન પ્રવૃત્તિ વિશે વિગતે લખો. અસાઈમેન્ટ 4  અનુ આધુનિક યુગની વિવેચન પ્રવૃત્તિ વિશે વિગતે લખો.  અસાઈમેન્ટ 5 સુરેશ જોષીનું  વિવેચનક્ષેત્રે  પ્રદાન વર્ણવો.   ડૉ. બિપિન ચૌધરી