ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો : એક અભ્યાસ
પૂર્વ પ્રાચાર્યા હંસાબેન દવેની આ પૉસ્ટ દરેક ગુજરાતીએ વાંચવી જ જોઈએ. ---------------------------------------- ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો : એક અભ્યાસ ---------------------------------------- સંસ્કૃત ભાષા જેની જનની છે અને જે ભાષાના શબ્દપ્રવાહને ઉર્દૂ , ફારસી અંગ્રેજી ભાષાના શબ્દોએ પુષ્ટ કર્યો છે તેવી ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો પર આજે એક નજર નાખીએ, તેનો અભ્યાસ કરીએ. ગુજરાતી ભાષાની એક વિશિષ્ટતા એ છે કે પ્રસંગ અને હેતુને સ્પષ્ટ કરતા શબ્દો અને શબ્દસમૂહનો વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવે છે. મૃત્યુને આપણે અમંગલ માનીએ છીએ તેથી કોઈ પણ માણસ મૃત્યુ પામ્યો હોય તેમ આપણે કહેતા નથી. મૃત્યુ માટે - મોટે ગામતરે ગયા, પાછા થયા, દેવ થયા, કૈલાશવાસી થયા, વૈકુંઠધામ સિધાવ્યા, તો જૈન હોય તો અરિહંતશરણ પામ્યા એવા શબ્દ પ્રયોગો કરવામાં આવે છે. અને બને ત્યાં સુધી વાતચીતમાં મૃત્યુ મરણ વગેરે શબ્દો ટાળવામાં આવે છે. આ જ રીતે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય તો તે રાંડી કે વિધવા થઈ તેમ કહેવાને બદલે તે દુખાણી કે તેવા શબ્દપ્રયોગો વપરાય છે. આવો જ એક પ્રયોગ છે ખૂણો પાળવો, કે સ્ત્રીનો પતિ મ...