સ્વજનો/મિત્રોના લગ્નપ્રસંગે શુભેચ્છા શી રીતે પાઠવશો ?
સ્વજનો/મિત્રોના લગ્નપ્રસંગે શુભેચ્છા શી રીતે પાઠવશો ?
-------------------------------------
પ્રભુતામાં પગલાં...
-------------------------
આનંદ છે કે...
©️ તમે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છો...
@ જીવનના માર્ગના એક સુંદર વળાંક પર આવીને ઊભા છો...
@ અદ્વૈતનો સાક્ષાત્કાર કરવા જઈ રહ્યા છો...
@ ગૃહસ્થાશ્રમમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છો...
@ જીવનની અકલ્પ્ય અને અદ્ભુત ક્ષિતિજોને સ્પર્શવા જઈ રહ્યા છો...
આવા માંગલિક પ્રસંગે,
મારી અંતરમનથી શુભ કામના છે કે...
@ તમારું દાંપત્યજીવન સુખ, શાન્તિ, સંતોષ અને આનંદથી ભર્યું ભર્યું રહો...
@ પરિવારની ભારતીય સંકલ્પના તમારા જીવનમાં સાકાર થાઓ...
@ તેજસ્વી અને દિવ્ય સંતતિનું અવતરણ તમારે ત્યાં થાઓ...
@ તમે એક અને એક અગિયાર થાઓ...
@ તમારા જીવનની ક્ષણેક્ષણ સમાજ માટે ઉપયોગી નીવડો...
એ જ...
તમારો/તમારી પ્રિયદર્શી
------------------------
પ્રસ્તુતિ :
-----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦
બારડોલી
ટિપ્પણીઓ