પોસ્ટ્સ

ઑક્ટોબર 28, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નાટ્યાચાર્ય સ્તનિસ્લાવસ્કી

નાટ્ યા ચાર્ય   સ્તનિસ્લાવસ્કીની   અભિનયપદ્ધતિ     અભિનયકલા માનવ જીવન જેટલી જ પુરાતન છે. માનવ સમાજના ઇતિહાસ સાથે જ અભિનયકલાનો ઈતિહાસ સંકળાયેલો છે. નાટ્ય અને અભિનયકલાનો વિષય ૨૫૦૦ કરતાંય વધુ વર્ષોથી   વિકસતો રહ્યો છે, તેની ચર્ચાઓ સમયે સમયે થતી રહ્યી છે. નાટ્યના ઈતિહાસની તવારીખ   ભારતમાં ભરતથી અને ગ્રીસમાં થેસ્પીસથી થાય છે.   વિશ્વના પૂર્વ અને પશ્ચિમની નાટ્ય પ્રવૃતિઓનો પરિચય અનુક્રમે ભરત અને એરિસ્ટોટલનાં લખાણો પરથી મળે છે. તે પછી તો આ   ક્ષેત્રે ખાસ્સા વર્ષોનો શૂન્યાવકાશ સર્જાય છે. યુરોપમાં અંધકાર યુગ પછી   શેક્સપિયરનાં આગમનથી નાટ્ય ક્ષેત્રે પ્રકાશ પથરાય છે.   અભિનયકલા વિશે ગ્રંથસ્થ સાહિત્ય તો ખૂબ જ અલ્પ મળે છે. ખાસ કરીને એલિઝાબેથયુગ પછી જ આવું સાહિત્ય ઉપલબ્ધ થાય છે. તેથી સમગ્ર નાટ્યકલાનો એક સાથે તાગ મેળવવો મુશ્કેલ છે.   છતાં આ ક્ષેત્રે   છેલ્લા કેટલાક વર્ષોમાં થિયેટર, નટ, અને અભિનયકલાની તાલીમ , અભ્યાસ અને સંશોધનના સુવ્યવસ્થિત પ્રયત્નો થયા છે. મહાન નટોએ વ્યવહાર અને પ્રયોગ દ્વારા   અભિનયક્ષેત્રે અવનવી શૈલીઓ વિ...

સંસ્કૃતિ દર્પણ

ભારતીય સંસ્કૃતિ માટેનો મૂલ્યવાન દસ્તાવેજ: ‘સંસ્કૃતિ દર્પણ’ (પુસ્તક:સંસ્કૃતિ દર્પણ, લેખક: પ્રા. ડો. આર. ટી. સાવલિયા, પ્રકાશક: લેખક પોતે, પ્રાપ્તિસ્થાન: સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, પ્રથમ આવૃતિ: ૨૦૦૭, પ્રકાર: સંશોધન લેખો,પેજ સંખ્યા: ૧૬૨,  કિંમત: રૂ.૧૦૦)      ડૉ. રામજીભાઈ ઠાકરશીભાઈ સાવલિયા વરિષ્ઠ અધ્યાપક અને સંશોધક તરીકે જાણીતા છે. ગુજરાતના શિક્ષણ અને સંશોધનક્ષેત્રમાં અગ્રિમ સ્થાને રહેલી સંસ્થા ભો.જે. વિદ્યાભવન સાથે સંકળાયેલા ડો. સાવલિયાના ભારતીય સંસ્કૃતિને લગતા ૧૪ જેટલા પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. જેમાં ‘ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમા વિધાન’(૧૯૯૧),’ ‘પાશુપતસંપ્રદાય ઉદ્ | ભવ અને વિકાસ’ (૧૯૯૯), અને ‘ગુજરાતનાં પ્રાચીન સરોવર, તળાવો અને કુંડો’(૨૦૦૦) વગેરે મહત્ત્વનાં સંશોધન પુસ્તકો છે. તેમાં ભારતીય ધર્મ, કલા,  સંસ્કૃતિ અને ઇતિહાસને સ્પર્શતા સંશોધન લેખોનું પુસ્તક ‘સંસ્કૃતિ દર્પણ’ સત્ત્વશીલ ઉમેરણ છે.                           ...

સારું નથી

સારું નથી જગતમાં સારા થવું સારું નથી, ગાંધી ઈશુની જેમ મરાવું નથી લોકોની શંકાને સમાવવાને સારું,  ધરતી માં  સીતા થઈ દટાવું નથી. એક બાળીયો  હશે તોય ચાલશે ,   પાંચ એ ભરસભામાં લૂંટાવું નથી.   લઈ એકતારો ને કરતાલ       કાયમ શૂળીએ ચઢાવું નથી.    

આજ કે સપૂત

આજ કે સપૂત ( રા.વિ. પાઠકની વાર્તાની  'મુકુન્દરાય'નું નાટ્યરૂપાંતર ધો.11 ) લે.બિપિન ચૌધરી પાત્રો : 1)       રઘનાથ ભટ્ટ : 60 વર્ષની ઉંમર, પહેરવેશ, ધોતિયું, બંડી, પાઘડી, લાલ ખેસિયું, માળા, જોડા. 2)       ગંગા : 22 વર્ષની વિધવા, થીંગડાવાળી સફેદ સાડી, માથે ટાલ, હાથમાં પીળી ધાતુની બંગડી. 3)       કસળચંદ સેઠ : માથે ટોપી, ડગલો, હાથમાં લાકડી, મોજડી. 4)       મુકુન્દરાય : 18/19 વર્ષનો કૉલેજિયન યુવાન 5)       મિસ્ટર પંડિત : 18/19 વર્ષનો કૉલેજિયન યુવાન 6)       મિસ્ટર ચોકસી : 18/19 વર્ષનો કૉલેજિયન યુવાન 7)       રીક્ષાવાળો-1 : ખાખી, પેન્ટ શર્ટ-ટોપી. 8)       તારવાળો-2 : ખાખી, પેન્ટ શર્ટ-ટોપી. સામગ્રી : દૃશ્ય-1 પાણીનો ઘડો, સાવરણી, પાણીનો લોટો, બે ગ્લાસ, થેલી, ખાટલો દૃશ્ય-2 પલંગ, ખુરશી, થોડાં પુસ્તકો, સિનેસંદેશ. દૃશ્ય-3 ઘંટી, બે તપેલી, ચાર થાળી, ઝાળો, ગ્લાસ-3, કી...