ગુજરાતી ભાષામાં વાપરતાં સંબોધનો વિશે થોડું #ભાષામંથન • શ્રી • શ્રીમાન • શ્રીમતી • સર્વશ્રી • શ્રીમદ્દ • સુશ્રી • અસૌ. • ગંસ્વ. • કુ. • ચિ. શ્રીમાનનો લાક્ષણિક અર્થ; શ્રી એટલે લક્ષ્મી-શુભ-પવિત્ર, માન પ્રત્યય છે, -વાળો, ધારણ કરનાર એવા અર્થમાં લગાવાય છે. જેમકે, બુદ્ધિવાળો- બુદ્ધિમાન. એમ, લક્ષ્મી(શ્રી)વાળું- શ્રીમાન એટલે કે ધનવાન. શ્રીમાન પુલ્લિંગ વિશેષણ છે. -માન પ્રત્યયનું સ્ત્રીલિંગ -મતી છે. બુદ્ધિમાનનું સ્ત્રીલિંગ બુદ્ધિમતી થાય. એમ શ્રીમાનનું શ્રીમતી સ્ત્રીલિંગ વિશેષણ છે. શ્રી એ શ્રીમાન અને શ્રીમતીનું ટૂંકું રૂપ છે. ટૂંકા રૂપો પછી પૂર્ણવિરામ મૂકાય છે, પરંતુ શ્રી અપવાદ ગણી શકો છો. બહુવચનમાં શ્રીમાનો અને શ્રીમતીઓ લખી શકાય. યાદ રાખવું કે, ભગવાનના નામની આગળ શ્રી જોડીને લખાય છે, છૂટો નહીં. શ્રીકૃષ્ણ, શ્રીરામ વગેરે. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓનાં નામો લખાય ત્યારે પ્રથમ નામની આગળ સર્વશ્રી લખાય છે. એનો અર્થ એ થાય કે અહીં આપેલ સર્વ નામો આગળ શ્રી સમજવો. સર્વશ્રી લખવાથી દરેક નામ આગળ શ્રી કે શ્રીમાન કે શ્રીમતીનું પુનરાવર્તન કરવાની જરૂર પડતી નથી. સુશ્રી પણ સ્ત્રીલિંગ વિશેષણ છે. અન...