401 M.A. sem 4 paper 401
વિવેચન એટલે શું? વિવેચનની વિભાવના, અર્થ, મહત્વ, ઉપયોગિતા, સ્વરૂપ જણાવો. Gujarati Sahity સપ્ટેમ્બર 03, 2020 Vivechn aetle shu? vibhavna, arth, mahtv, upyogita, svrup. વિવેચન એ સર્જન પછીની અનુગામી પ્રવૃત્તિ છે. તે સર્જન વિષયક પ્રવૃત્તિ છે. સાહિત્ય સર્જન એ બે છેડાની પ્રવૃત્તિ છે. એક છેડે સર્જક છે તો બીજે છેડે ભાવક છે. સર્જક સાહિત્ય કૃતિ રચે છે. ભાવક આ કૃતિનું ભાવન કરે છે. આથી ઉમાશંકર જણાવે છે તેમ સર્જક અને ભાવકનું સાહિત્ય કૃતિમાં સમ્મિતિ થાય છે. સાહિત્યકૃતિ એ સર્જક અને ભાવકની ગુપ્ત ગોઠડી છે. તેમાં વિવેચકની શી જરૂર? બધા ભાવકો કૃતિનું ભાવન કરે છે. કેટલાંક ભાવકો મુંગે મોઢે કૃતિનું આનંદ મેળવે છે તે હ્રદય ભાવકો કહેવાય. પરંતુ કેટલાક વિરાક્ષણ ભાવકો કૃતિનું ભાવન કરીને તેના વિષે પોતાનો અભિપ્રાય આપે છે. આ ભાવકો વિવેચક કહેવાય. આથી એમ કહી શકાય કે બધા વિવેચક ભાવક હોય જ છે. જે ઓ કૃતિ વિશે સમજુતી આપે છે. અર્થઘટન કરે છે, વિશ્લેષણ કરે છે, કૃતિનું મૂલ્યાંકન કરે છે. કહો કે વિવેચન કરે છે. ગુજ...