પહેલાં - પહેલા
શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૯) --------------------------------------- (૧૦) પહેલાં - પહેલા ----------------------------- 'પહેલાં' અવ્યય છે. તેનો અર્થ - અગાઉ, પૂર્વે - એવો થાય છે. તે સમય દર્શાવે છે. જ્યારે 'પહેલા' વિશેષણ છે. તે 'પહેલું'નું રૂપ છે અને તે ક્રમ, દરજ્જો દર્શાવે છે. દા. ત. -------- (૧) તમે મારા કરતાં પહેલાં આવી ગયા. (૨) પહેલાં અહીં મહેલ હતો, હવે ખંડેર છે. (૩) કૈરવી પહેલા નંબરે પાસ થઈ. અહીં પ્રથમ બે વાક્યોમાં સમયનો નિર્દેશ છે. ત્યાં 'પહેલાં' જ આવે 'પહેલા' ન આવે. ત્રીજા વાક્યમાં પ્રથમ નંબરનો અર્થ હોવાથી 'પહેલા' જ આવે 'પહેલાં' ન આવે. સૌજન્ય : ------------ ભાષાગૌરવ ભાષા નિયામકની કચેરી ગુજરાત રાજ્ય (ક્રમશઃ) પ્રસ્તુતિ : ----------- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦ બારડોલી