પહેલાં - પહેલા

 શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૯)

---------------------------------------

(૧૦) પહેલાં - પહેલા 

-----------------------------

'પહેલાં' અવ્યય છે. તેનો અર્થ - અગાઉ, પૂર્વે - એવો થાય છે. તે સમય દર્શાવે છે. જ્યારે 'પહેલા' વિશેષણ છે. તે 'પહેલું'નું રૂપ છે અને તે ક્રમ, દરજ્જો દર્શાવે છે.

દા. ત.

--------

(૧) તમે મારા કરતાં પહેલાં આવી ગયા.

(૨) પહેલાં અહીં મહેલ હતો, હવે ખંડેર છે.

(૩) કૈરવી પહેલા નંબરે પાસ થઈ.


અહીં પ્રથમ બે વાક્યોમાં સમયનો નિર્દેશ છે. ત્યાં 'પહેલાં' જ આવે 'પહેલા' ન આવે. ત્રીજા વાક્યમાં પ્રથમ નંબરનો અર્થ હોવાથી 'પહેલા' જ આવે 'પહેલાં' ન આવે.


સૌજન્ય :

------------

ભાષાગૌરવ

ભાષા નિયામકની કચેરી

ગુજરાત રાજ્ય


(ક્રમશઃ)


પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3