સરતચૂક - શરતચૂક
શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૧૫) --------------------------------------- (૨૦) સરતચૂક - શરતચૂક -------------------------------- 'સરતચૂક' એટલે 'ધ્યાન બહાર જવું', ભૂલી જવું. સરત = ધ્યાન અને ચૂક = ભૂલ પરથી આ શબ્દ બન્યો છે. પરંતુ એને બદલે ખોટી રીતે 'શરતચૂક' શબ્દ વાપરવામાં આવે છે. 'શરત' એટલે 'બોલી', 'કરાર'. શરતનામું, શરતબંદી-શરતબંધી, શરતભંગ જેવા શબ્દો છે, પણ 'શરતચૂક' જેવો કોઈ શબ્દ જ નથી. દા. ત. -------- મારી સરતચૂકથી તમને આમંત્રણ આપવાનું રહી ગયું. (અહીં 'શરતચૂક' ન લખાય.) સૌજન્ય : ------------ ભાષાગૌરવ ભાષા નિયામકની કચેરી ગુજરાત રાજ્ય (ક્રમશઃ) પ્રસ્તુતિ : ----------- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦ બારડોલી