સરતચૂક - શરતચૂક
શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૧૫)
---------------------------------------
(૨૦) સરતચૂક - શરતચૂક
--------------------------------
'સરતચૂક' એટલે 'ધ્યાન બહાર જવું', ભૂલી જવું.
સરત = ધ્યાન અને ચૂક = ભૂલ પરથી આ શબ્દ બન્યો છે. પરંતુ એને બદલે ખોટી રીતે 'શરતચૂક' શબ્દ વાપરવામાં આવે છે. 'શરત' એટલે 'બોલી', 'કરાર'.
શરતનામું, શરતબંદી-શરતબંધી, શરતભંગ જેવા શબ્દો છે, પણ 'શરતચૂક' જેવો કોઈ શબ્દ જ નથી.
દા. ત.
--------
મારી સરતચૂકથી તમને આમંત્રણ આપવાનું રહી ગયું.
(અહીં 'શરતચૂક' ન લખાય.)
સૌજન્ય :
------------
ભાષાગૌરવ
ભાષા નિયામકની કચેરી
ગુજરાત રાજ્ય
(ક્રમશઃ)
પ્રસ્તુતિ :
-----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦
બારડોલી
ટિપ્પણીઓ