પોસ્ટ્સ

ઑક્ટોબર 28, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાગ્દત્ત' અને 'વાગ્દત્તા' વિશે સમજ

 પ્રશ્ન : 'વાગ્દત્ત' અને 'વાગ્દત્તા' વિશે સમજ આપશો. ઉત્તર : વ્યાકરણની દૃષ્ટિએ 'વાગ્દત્ત' શબ્દ સાચો છે, પણ વ્યાવહારિક રીતે યોગ્ય નથી, કેમકે ભારતીય‌ હિન્દુ સમાજમાં કન્યાનું દાન કરવામાં આવે છે, કુમારનું નહીં. જૂના કાળમાં જ્યારે કાયદાકીય રીતે લગ્નની લેખિત નોંધ કરવામાં આવતી ન હતી ત્યારે વાણી કે વચનનું મૂલ્ય હતું; એના અનુસંધાને ઘણીવાર દીકરીના સંબંધ - સગાઈ કે લગ્ન (કન્યાદાન) બાબતે વાણી દ્વારા વચન આપવામાં આવતું. આ બાબતને 'વાગ્દાન' (અર્થાત્ સગપણ, કન્યા આપીશ એમ કહેવું) કહેવાય, અને જે કન્યાનું આ પ્રમાણે વાણી દ્વારા દાન થયું છે તેને 'વાગ્દત્તા' કહેવાય છે. એવા પણ દાખલા છે કે પુત્ર કે પુત્રી ગર્ભમાં હોય ત્યારે જ સંબંધ-સગપણના કૉલ - વચન અપાઈ ગયાં હોય, જો બંને દીકરીઓ કે દીકરાઓ જન્મે તો વચન ફોક કરવાનું. જો એક કુમાર અને એક કન્યા જન્મે તો સંબંધ જાળવવાનો‌. 'વાગ્દત્ત - જેનો વિવાહ કરવાની કબૂલાત મોઢેથી આપી હોય તેવું' શબ્દ ભગવદ્ગોમંડલમાં છે. સ્ત્રીલિંગ શબ્દ 'વાગ્દત્તા'નો ઉલ્લેખ નથી; સાર્થ જોડણીકોશમાં 'વાગ્દત્તા' (અર્થાત્ જેનું વાગ્દાન થયું હોય - સ...

શબ્દોની ગમ્મત*

 💐*શબ્દોની ગમ્મત* 💐 આગળ-પાછળથી સરખા વંચાતા ત્રણ અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૧ ------------------- ૧)​​ ઇકાઈ ​-​ એકમ; ગણતરી માટે માનેલી એક વસ્તુ; યુનિટ, સંખ્યાઓ ૨)​​ ઈસાઈ ​-​ ખ્રિસ્તી ધર્મ, ખ્રિસ્તી ધર્મ પાળનાર; ખ્રિસ્તી; ઈસુ ખ્રિસ્તના અનુયાયી, ઈસુ ખ્રિસ્ત સંબંધી, ખ્રિસ્તી ધર્મ સંબંધી ૩)​​ ઉઠાઉ ​-​ ચોર માણસ, ફૂલણજી, ભાર ઉપાડવામાં મદદ કરનાર માણસ, ખરચાળ; ઉડાઉ, છૂપી રીતે ઉઠાવી લે એવું; ઉપાડી જાય તેવું; નજર ચુકાવી પારકી ચીજ લઈ જનાર; ચોરટું, વહેવારમાં ખામીવાળું. ૪)​​ ઉડાઉ​ - ખરચાળ માણસ, ​ઉડાવનારું; ઉડાવે એવું, ખોટે માર્ગે ધન ઉડાડી દેનાર; નકામા પૈસા ખરચનાર, મુદ્દા વિનાનું; જેમકે, તેણે ઉડાઉ જબાવ આપ્યો. ૫)​​ કચક​ -​ કચરાઈ જવાથી થતી ઈજા, દાગીના બંધ કરવાનું ઓજાર, લંગડાવું તે, કમાનવાળી કડી, દુઃખ; ઘાની પીડા, મરડથી થતું દુઃખ.  ૬)​​ કજક​ - ​હાથીને દાબમાં રાખવાનું ઓજાર; અંકુશ ૭)​​ કટક - કમ્મરપટ્ટો, કાચનો પ્યાલો, શિયાળ, કાગડી, ઉચ્ચ પ્રદેશ, ઓરિસા પ્રાંતનું એક નગર, કડું; કંકણ; હાથનું ઘરેણું, કોટલું; ખોખું; હાંલ્લું, ઘર; રહેઠાણ, ચક્ર; પૈડું, ચડાઈ; હુમલો, દુ:ખ; પીડા, દોરી, નિતંબ; ફૂલો, પર્વતની...

ખેતી સાથે સંકળાયેલ અને આધુનિક ખેતીના કારણે શબ્દો અને તેના અર્થ

 ખેતી સાથે સંકળાયેલ ------------------- ૧) ચારિયું  - ચાર (ઘાસ) બાંધવા માટેનું કપડું ૨) સેંચી - ઊભા પાકમાં ખેડતી વખતે કે ખરપડી મારતી વખતે બળદ પાક ખાઈ ન જાય, તે માટે તેના મોઢે બંધાતી દોરી કે એલ્યુમિનિયમની જાળી  ૩) પાંજરી - બળદગાડામાંનો માલસામાન પડી ન જાય તે માટે તુવેરની સાંઠી ગૂંથીને કરવામાં આવતી આડશ ૪) અડો - ગાડાને આગલી બાજુએ ટેકવાનો પાયો ૫) આડું - ગાડામાંથી વસ્તુ પડી ન જાય તે માટે  મૂકવામાં આવતા લાકડાના ઊભા ટેકા  ૬) જેંસલો - બળદ પલોટવાનું પૈડાં વગરનું એક સાધન – વાહન ૭) સૂંઢલ - ખેતીકામમાં સામસામે બળદ કે માણસની મદદ ૮) નાથ - બળદને બંધાતું દોરડું  ૯) પછેડી - ખેતીકામ માટે વપરાતો કાપડનો ટુકડો  ૧૦) ફાંટ - ખેતીકામમાં વસ્તુ વીણીને ભરવા માટે કેડ પાછળ જોળીની જેમ લટકાવાતું કપડું ૧૧) પરભા - ખેતરમાં પાણી આપતી વખતે પાણીની મોટર બંધ કર્યા પછી ધોરિયામાં રહેલું અને ખેતરમાં આવતું પાણી  ૧૨) વરાપ - ખેતરમાં પાણી વાળ્યા પછી જમીનનું ખેડવાલાયક થવું તે  ૧૩) ખપ્પો - ખેડવા માટે વપરાતું ત્રણ દાંતાનું સાધન ૧૪) ચાવળ - વાવણી માટે વપરાતું ચાર દાંતાનું સાધન; વાવણિયો ૧૫) તરફેણ...