ખેતી સાથે સંકળાયેલ અને આધુનિક ખેતીના કારણે શબ્દો અને તેના અર્થ

 ખેતી સાથે સંકળાયેલ


-------------------


૧) ચારિયું  - ચાર (ઘાસ) બાંધવા માટેનું કપડું


૨) સેંચી - ઊભા પાકમાં ખેડતી વખતે કે ખરપડી મારતી વખતે બળદ પાક ખાઈ ન જાય, તે માટે તેના મોઢે બંધાતી દોરી કે એલ્યુમિનિયમની જાળી 


૩) પાંજરી - બળદગાડામાંનો માલસામાન પડી ન જાય તે માટે તુવેરની સાંઠી ગૂંથીને કરવામાં આવતી આડશ


૪) અડો - ગાડાને આગલી બાજુએ ટેકવાનો પાયો


૫) આડું - ગાડામાંથી વસ્તુ પડી ન જાય તે માટે  મૂકવામાં આવતા લાકડાના ઊભા ટેકા 


૬) જેંસલો - બળદ પલોટવાનું પૈડાં વગરનું એક સાધન – વાહન


૭) સૂંઢલ - ખેતીકામમાં સામસામે બળદ કે માણસની મદદ


૮) નાથ - બળદને બંધાતું દોરડું 


૯) પછેડી - ખેતીકામ માટે વપરાતો કાપડનો ટુકડો 


૧૦) ફાંટ - ખેતીકામમાં વસ્તુ વીણીને ભરવા માટે કેડ પાછળ જોળીની જેમ લટકાવાતું કપડું


૧૧) પરભા - ખેતરમાં પાણી આપતી વખતે પાણીની મોટર બંધ કર્યા પછી ધોરિયામાં રહેલું અને ખેતરમાં આવતું પાણી 


૧૨) વરાપ - ખેતરમાં પાણી વાળ્યા પછી જમીનનું ખેડવાલાયક થવું તે 


૧૩) ખપ્પો - ખેડવા માટે વપરાતું ત્રણ દાંતાનું સાધન


૧૪) ચાવળ - વાવણી માટે વપરાતું ચાર દાંતાનું સાધન; વાવણિયો


૧૫) તરફેણ - વાવણી માટે વપરાતું ત્રણ દાંતાનું સાધન; વાવણિયો


૧૬) દાંતી - નાના ફણાવાળું ધારિયું


૧૭) મોચમ - ખેતર ખેડતાં શેઢા તરફ બાકી રહી જતી જગ્યા


૧૮) ખળું - પાકમાંથી દાણા છૂટા પાડવા માટેની સમતળ જગ્યા


૧૯) મોચેલું - તગારું ઊંચકતી વખતે માથા પર મુકાતો કાપડનો વીંટો


૨૦) મોદ - ખેતીકામ માટે વપરાતી જાડા કાપડની શેતરંજી


૨૧) ડેરો - ગાય-ભેંસ દોડાદોડી ન કરે તે માટે તેના  બે પગ વચ્ચે આવે તે રીતે દોરડા વડે ગળામાં બાંધેલ જાડું લાકડું


નોંધઃ પ્રાદેશિકતા મુજબ શબ્દો કે તેના અર્થ જુદા હોઈ શકે છે.


સંકલન :

----------

રાજેશ પટેલ

(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)

મદદનીશ શિક્ષક

મેતપુર પ્રાથમિક શાળા

તા. ખંભાત 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3