એક દોરીના જ ગુજરાતી માં કેટલા નામ !
એક દોરીના જ ગુજરાતી માં કેટલા નામ !!!!! સામાન્ય અર્થે દોરી એટલે દોરી જ... *પણ દોરી એટલે...* (૧) ચામડાની દોરી - *"વાધરી"* (૨) શણમાંથી રેસા કાઢી એ રેસામાંથી વણેલી દોરી - *"સૂતળી"* (૩) પતંગ ચગાવવાની કાચ પાયેલી દોરી - *"માંજો"* (૪) ગોફણની દોરી - *"પાંગરું"* (૫) ધનુષની દોરી - *"પણછ, પ્રત્યંચા"* (૬) પીંજણની દોરી - *"તાંત"* (૭) વસ્ત્ર સૂકવવાની દોરી - *"ઓરવણી"* (૮) કુંડાળામાં બળદ ફરે તે માટે બળદની નાથે બાંધેલી દોરી - *"તણી"* (૯) સાજ ખસી ન જાય તે માટે ઘોડાની પૂંછડીમાં ભરાવવાની દોરી - *"ડૂમચી"* (૧૦) ઘાઘરા કે લેંઘાના નેફાની દોરી - *"નાડું"* (૧૧) શુભપ્રસંગે વપરાતી બે કે વધારે રંગોની સૂતરની દોરી - *"નાડાછડી"* (૧૨) અંગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી - *"કસ"* (૧૩) ઘોડાની લગામની એક બાજુની દોરી- *"વાધિયો"* (૧૪) કમરે પહેરાતી સૂતર કે રેશમની દોરી - *"કંદોરો, કદડો"* (૧૫) ભમરડો ફેરવવાની દોરી - *"જાળી"* (૧૬)પલ્લાં લટકાવવાની દોરી - *"નાથણું"* (૧૭)...