એક દોરીના જ ગુજરાતી માં કેટલા નામ !

 એક દોરીના જ ગુજરાતી માં કેટલા નામ !!!!!

સામાન્ય અર્થે દોરી એટલે દોરી જ... 

*પણ દોરી એટલે...*


(૧) ચામડાની દોરી - *"વાધરી"*

(૨) શણમાંથી રેસા કાઢી એ રેસામાંથી વણેલી દોરી - *"સૂતળી"*

(૩) પતંગ ચગાવવાની કાચ પાયેલી દોરી - *"માંજો"*

(૪) ગોફણની દોરી - *"પાંગરું"*

(૫) ધનુષની દોરી - *"પણછ, પ્રત્યંચા"*

(૬) પીંજણની દોરી - *"તાંત"*

(૭) વસ્ત્ર સૂકવવાની દોરી - *"ઓરવણી"*

(૮) કુંડાળામાં બળદ ફરે તે માટે બળદની નાથે બાંધેલી દોરી - *"તણી"*

(૯) સાજ ખસી ન જાય તે માટે ઘોડાની પૂંછડીમાં ભરાવવાની દોરી - *"ડૂમચી"*

(૧૦) ઘાઘરા કે લેંઘાના નેફાની દોરી - *"નાડું"*

(૧૧) શુભપ્રસંગે વપરાતી બે કે વધારે રંગોની સૂતરની દોરી - *"નાડાછડી"*

(૧૨) અંગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી - *"કસ"*

(૧૩) ઘોડાની લગામની એક બાજુની દોરી- *"વાધિયો"*

(૧૪) કમરે પહેરાતી સૂતર કે રેશમની દોરી - *"કંદોરો, કદડો"*

(૧૫) ભમરડો ફેરવવાની દોરી - *"જાળી"*

(૧૬)પલ્લાં લટકાવવાની દોરી - *"નાથણું"*

(૧૭) નાળિયેરનાં છોડાંનાં રેસા કે તેની દોરી - *"કાથી"*

(૧૮) દોહતી વખતે ગાયને પાછલે પગે બાંધવાની દોરી - *"નોંજણું, શેલાયું"*

(૧૯) રેંટિયાના પૈડાનાં પાંખિયાં બાંધવાની દોરી - *"ડામણ"*

(૨૦) ખાટલો ભરવા વપરાતી દોરી - *"વાણ"*

(૨૧) કાપડ વણવામાં વપરાતી દોરી - *"તાણા અને વાણા"*

(૨૨) યજ્ઞોપવિત સમયે અને બળેવના દિવસે બ્રાહ્મણો ધારણ કરે તે - *"જનોઈ"*

(૨૩) મોટાભાગે, અખંડ દીવામાં વપરાતી દોરી - *"દીવેટ કે વાટ"*

(૨૪) વ્યક્તિઓના સન્માન સમયે ગળામાં પહેરાવાતી સૂતરની દોરી - *"સૂતરની આંટી"*

(૨૫) દરજીના સંચે સીવણકામ માટે વપરાય તે દોરી - *"કોકડી"*

(૨૬) અંગૂઠા અને આંગળી વડે વ્યવસ્થિતરીતે ખાસ આકારમાં લપેટાતી દોરી - *"લચ્છો કે લછ્છો"*

(૨૭) વણેલા / સીવેલા કપડાંમાંથી ખેંચાઈને બહાર આવી ગયેલ દોર કે દોરો- *"તાંતણો....."*

........👍

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3