જોડણી
ચાલો, આપણી ગુજરાતી ભાષાનું સૌંદર્ય માણીએ...(૧૨) ------------------------------------------- કેટલાક જરૂરી પણ અઘરા શબ્દોની જોડણી સાચી લખો. અંગ્રેજીના એક પણ શબ્દનો સ્પેલિંગ ખોટો ન જ ચાલે...તો શું આપણી માતૃભાષાનો શબ્દ ખોટી રીતે લખીએ તો ચાલે ? સાચું લખવાનો આગ્રહ રાખો. -------------------------------------------- + અગ્ન્યસ્ત્ર (અગ્ન્યાસ્ત્ર નહીં) + અધીક્ષક (અધિક્ષક નહીં) + અશ્વમેધ (અશ્વમેઘ નહીં) + અંતર્ધાન (અંતર્ધ્યાન નહીં) + આહુતિ (આહૂતિ નહીં) + આહૂત (આહુત નહીં) + આયુર્વેદ (આર્યુવેદ નહીં) + ઑગસ્ટ (ઓગસ્ટ નહીં) + ન્યૂન (ન્યુન નહીં) + પરિયોજના (પરીયોજના નહીં) + નાણું (નાણુ નહીં) + નાણાકીય (નાણાંકીય નહીં) + ખાતું (ખાતુ નહીં) + ખાતાવહી (ખાતાવહિ નહીં) + તૃતીય (તૃતિય નહીં) + ચૂકતે (ચુકતે નહીં) + ચુકવણી (ચૂકવણી નહીં) + જિલ્લો (જીલ્લો નહીં) + જૂથ (જુથ નહીં) + ગ્રૂપ (ગ્રુપ નહીં) + જયંતી (જયંતિ નહીં) + ઉજવણી (ઊજવણી નહીં) + સૂચના (સુચના નહીં) + ચૂંટણી (ચુંટણી નહીં) પ્રસ્તુતિ : ----------- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦ બારડોલી