જોડણી

 ચાલો, આપણી ગુજરાતી ભાષાનું સૌંદર્ય માણીએ...(૧૨)

-------------------------------------------

કેટલાક જરૂરી પણ અઘરા શબ્દોની જોડણી સાચી લખો. 

અંગ્રેજીના એક પણ શબ્દનો સ્પેલિંગ ખોટો ન જ ચાલે...તો શું આપણી માતૃભાષાનો શબ્દ ખોટી રીતે લખીએ તો ચાલે ?

સાચું લખવાનો આગ્રહ રાખો.

--------------------------------------------

+ અગ્ન્યસ્ત્ર (અગ્ન્યાસ્ત્ર નહીં)

+ અધીક્ષક (અધિક્ષક નહીં)

+ અશ્વમેધ (અશ્વમેઘ નહીં)

+ અંતર્ધાન (અંતર્ધ્યાન નહીં)

+ આહુતિ (આહૂતિ નહીં)

+ આહૂત (આહુત નહીં)

+ આયુર્વેદ (આર્યુવેદ નહીં)

+ ઑગસ્ટ (ઓગસ્ટ નહીં)

+ ન્યૂન (ન્યુન નહીં)

+ પરિયોજના (પરીયોજના નહીં)

+ નાણું (નાણુ નહીં)

+ નાણાકીય (નાણાંકીય નહીં)

+ ખાતું (ખાતુ નહીં)

+ ખાતાવહી (ખાતાવહિ નહીં)

+ તૃતીય (તૃતિય નહીં)

+ ચૂકતે (ચુકતે નહીં)

+ ચુકવણી (ચૂકવણી નહીં)

+ જિલ્લો (જીલ્લો નહીં)

+ જૂથ (જુથ નહીં)

+ ગ્રૂપ (ગ્રુપ નહીં)

+ જયંતી (જયંતિ નહીં)

+ ઉજવણી (ઊજવણી નહીં)

+ સૂચના (સુચના નહીં)

+ ચૂંટણી (ચુંટણી નહીં)


પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3