ચશ્માંની આંખે...!
#ચશ્માંની આંખે...!
🌸ગુજરાતી ભાષાની વિશિષ્ટતાની એક ઝલક : દરેક ભાષા ધ્વનિઘટકોની બનેલી હોય છે. એવી જ રીતે દરેક ભાષામાં તેના ધ્વનિઘટકોનાં લિપિ ચિહ્ન હોય છે. તમામ ભાષાનાં લિપિચિહ્નો જુદાં જુદાં હોય છે.
🌸સંસ્કૃત ભાષામાંથી ઊતરી આવેલી ભાષાનાં લિપિચિહ્નો થોડેઘણે અંશે મળતાં આવે છે. ગુજરાતી ભાષાનું મૂળ સંસ્કૃત ભાષામાં છે. તેથી તેના ઉપર સંસ્કૃતનો સઘન પ્રભાવ જોવા મળે છે.
🌸 સંસ્કૃતની જેમ ગુજરાતી ભાષા પણ ત્રિસ્તરીય છે. ગુજરાતી મૂળાક્ષરોની ઉપર નીચે, ડાબી જમણી બાજુ વિવિધ નિશાનીઓ, લિપિચિહ્નોનો ઉપયોગ થાય છે.
🌸અક્ષરની આગળ હ્રસ્વ ઇ: પાછળ દીર્ઘ ઈ અને કાનો: ઉપર એક માત્રા, બે માત્રા, રેફ, અનુસ્વાર, ચંદ્રબિંદી, તો નીચે હ્રસ્વ ઉ, દીર્ઘ ઊ, ઋની નિશાનીનો ઉપયોગ થાય છે.
અહીં આવાં લિપિચિહ્નોની નામ સાથે નિશાનીઓ રજૂ કરી છે જેથી આપણામાંથી ઘણાને માટે કદાચ નવાઈ લાગશે ! સાભાર નીલેશ થાનકી
ટિપ્પણીઓ