શબ્દોની ગમ્મત*
💐*શબ્દોની ગમ્મત* 💐
આગળ-પાછળથી સરખા વંચાતા ત્રણ અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૧
-------------------
૧) ઇકાઈ - એકમ; ગણતરી માટે માનેલી એક વસ્તુ; યુનિટ, સંખ્યાઓ
૨) ઈસાઈ - ખ્રિસ્તી ધર્મ, ખ્રિસ્તી ધર્મ પાળનાર; ખ્રિસ્તી; ઈસુ ખ્રિસ્તના અનુયાયી, ઈસુ ખ્રિસ્ત સંબંધી, ખ્રિસ્તી ધર્મ સંબંધી
૩) ઉઠાઉ - ચોર માણસ, ફૂલણજી, ભાર ઉપાડવામાં મદદ કરનાર માણસ, ખરચાળ; ઉડાઉ, છૂપી રીતે ઉઠાવી લે એવું; ઉપાડી જાય તેવું; નજર ચુકાવી પારકી ચીજ લઈ જનાર; ચોરટું, વહેવારમાં ખામીવાળું.
૪) ઉડાઉ - ખરચાળ માણસ, ઉડાવનારું; ઉડાવે એવું, ખોટે માર્ગે ધન ઉડાડી દેનાર; નકામા પૈસા ખરચનાર, મુદ્દા વિનાનું; જેમકે, તેણે ઉડાઉ જબાવ આપ્યો.
૫) કચક - કચરાઈ જવાથી થતી ઈજા, દાગીના બંધ કરવાનું ઓજાર, લંગડાવું તે, કમાનવાળી કડી, દુઃખ; ઘાની પીડા, મરડથી થતું દુઃખ.
૬) કજક - હાથીને દાબમાં રાખવાનું ઓજાર; અંકુશ
૭) કટક - કમ્મરપટ્ટો, કાચનો પ્યાલો, શિયાળ, કાગડી, ઉચ્ચ પ્રદેશ, ઓરિસા પ્રાંતનું એક નગર, કડું; કંકણ; હાથનું ઘરેણું, કોટલું; ખોખું; હાંલ્લું, ઘર; રહેઠાણ, ચક્ર; પૈડું, ચડાઈ; હુમલો, દુ:ખ; પીડા, દોરી, નિતંબ; ફૂલો, પર્વતની હાર, બાણ, રાજધાની; પાટનગર, લશ્કર; સૈન્ય, લશ્કરની છાવણી, લાકડું, સમુદ્રલવણ; દરિયાઈ મીઠું, સમૂહ; ટોળું, સાદડી, સાંકળનું જોડાણ, હાથીદાંત, હાથીના દંતશૂળ ઉપર શણગાર રૂપે ચડાવેલ પિત્તળના બંધ.
૮) કટુક - આકડો, કડવો રસ, તીખાશ; તીખો સ્વાદ, સુગંધી ઘાસ, મસાલો, કઠોર; ઉગ્ર, કડવું; કડવાશવાળું, તીખું; તમતમતું, ન ગમે તેવું, મૂર્ખ; મૂઢ
૯) કડક - અવાજ, કઠોર શબ્દ, કાનનું ઘરેણું; વાળી; મોતી ઘાલેલી કડી, શેરડી કે જારનો સાંઠો, ચાલાકી; ચપળતા, લાકડાની બારીની તખ્તી, દુ:ખ, પૂર ઝડપ, મેઘગર્જના, વીજળીનો કડાકો, વરસાદનું પાણી, અદક પાંસળીનું; ઘેલછાવાળું, આકરૂં; ગરમ; તાતું; સખત; કડકડ થાય એવું, કઠણ; બરડ; બટકણ, કંજૂસ; મખ્ખીચૂસ, કાચું; અપરિપક્વ, કાન વીંધે તેવું; કર્ણકટુ; કઠોર, કોરું; ખાલી; નિર્ધન; પૈસા વગરનું, બડૂકો બોલે એવું, ભૂખ્યું; ઉપવાસી, મિજાજી; તોરી, સખત; તીક્ષ્ણ
૧૦) કડાક - એવો અવાજ, કડાક એવો અવાજ કરીને, સપાટાબંધ
આધાર
----------
ભગવદ્ગોમંડલકોશ
સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક
ટિપ્પણીઓ