વાસ્તુપૂજન પ્રસંગે આવી શુભેચ્છા વ્યક્ત કરી શકાય...

 વાસ્તુપૂજન પ્રસંગે આવી શુભેચ્છા વ્યક્ત કરી શકાય...

----------------------------------------

                વાસ્તુપૂજન

                ---------------

આપ નવગૃહે મંગલ પ્રવેશ કરી રહ્યા છો, એવા શુભ પ્રસંગે હું મારી શુભ ભાવના અભિવ્યક્ત કર્યા વિના રહી શકતો નથી.


હું ઇચ્છું છું કે -

નવા ઘરમાં આપનું વાસ્તવ્ય આપને સર્વ પ્રકારે ફળે...

દશે દિશાઓમાંથી આપને શુભ વિચારો મળે...

સર્વ દેવી-દેવતાઓના આશીર્વાદ આપના ઉપર ઊતરે...

આપનું ઘર શક્તિ, સ્ફૂર્તિ અને સંસ્કારોનું કેન્દ્રબિંદુ બની રહે...

આપનું ઘર રાષ્ટ્રનું લઘુરૂપ બને...

ભારત રાષ્ટ્રનાં બધાં જીવનમૂલ્યો સાકાર થાય...

આપ આપના નવા ઘરમાં સુખ, સંપત્તિ, ઐશ્વર્ય અને આનંદનો નિત્ય અનુભવ કરતા રહો...

   

         એ જ શુભ કામના સહ

            આપનો સ્નેહાકાંક્ષી


            ------------------------

પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3