મૃત્યુનો મહોત્સવ

 મૃત્યુનો મહોત્સવ

----------------------

સ્વજનના મૃત્યુના સમાચાર મળ્યા...

ક્ષણભર તો વ્યથિત થયો, વિહ્વળ થયો, દુઃખી થયો...

પણ...થોડીવારે ભારતની શાશ્વત વિચારધારાનો સંચાર થયો, સ્વસ્થ થયો, વિચાર્યું...

જગદ્ગુરુ શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે :

नैनं छिन्दन्ति शस्त्राणि 

नैनं दहति पावकः।

न क्लेदयन्त्यापो 

न शोषयति मारुतः।।

આત્માનું સ્વરૂપ અદ્ભુત છે. શાસ્ત્રો એને છેદી શકતાં નથી, અગ્નિ એને બાળી શકતો નથી,

પાણી એને ભીંજવી શકતું નથી કે પવન એને શોષી શકતો નથી.


અર્થાત્ આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, શાશ્વત છે.

આત્મા એ પરમાત્માનો અંશ હોવાને નાતે પરમ તત્ત્વનાં બધાં લક્ષણોથી અભિષિક્ત છે.


મૃત્યુ એ તો મહોત્સવ છે.

નવજીવનનું પ્રવેશદ્વાર છે.

જીર્ણ દેહને, ખોળિયાને ત્યજીને હવે એ નવો દેહ ધારણ કરવાનો છે.

પરમાત્મા એમના પવિત્ર આત્માને ચિરંતન શાંતિ અર્પો અને ઉચ્ચ કોટિની ગતિ આપો...એવી અંતરમનથી પ્રાર્થના કરું છું.


                આપનો સ્વજન


              -------------------------

પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3