ક્યાં - કયાં

 શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૭)

---------------------------------------

(૮) ક્યાં - કયાં 

-------------------

આ બંને શબ્દોની જોડણીમાં અને ઉચ્ચારમાં સામ્ય દેખાય છે, પરંતુ 'ક્યાં' જોડાક્ષર છે. તેમાં 'ક' 'યાં' સાથે જોડાયેલો છે. આ શબ્દ સ્થળ દર્શાવે છે. તે અવ્યય છે, જ્યારે 'કયાં' - 'કયું'નું બહુવચનનું રૂપ છે. તે વિશેષણ તરીકે વપરાય છે. બંને શબ્દો પ્રશ્નવાચક અર્થ દર્શાવે છે.


દા. ત.

--------

(૧) તમે ક્યાં ગયા હતા ?

(ક્યાં = કઈ જગ્યાએ)

(૨) તમે કયાં પુસ્તકો ખરીદ્યાં ?

(કયાં પુસ્તકો = પુસ્તકોનાં નામ, પ્રકાર વગેરે અંગે પ્રશ્ન)


સૌજન્ય :

------------

ભાષાગૌરવ

ભાષા નિયામકની કચેરી

ગુજરાત રાજ્ય


(ક્રમશઃ)


પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3