કર્યે - કરે

 શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૨)

---------------------------------------

(૨) કર્યે - કરે

-----------------

આ બંને શબ્દો 'કરવું'નાં ભિન્ન ભિન્ન રૂપો છે. 'કર્યે' એટલે 'કરવાનું ચાલુ રાખવું'. 'કરે' એટલે 'કરવું તે' ; આ શબ્દ 'કરવું'નું ક્રિયાપદી રૂપ છે. તેમાં કાળ પ્રમાણે ફેરફાર થાય છે.(જેમ કે - 'કર્યું', 'કરશે' વગેરે.) આમાં ઉચ્ચારસામ્યને લીધે ભૂલ થાય છે.


ઉદાહરણો :

----------------

(૧) નસીબ પર આધાર રાખ્યા વિના કર્મ કર્યે જવું જોઈએ.

(અહીં 'કરે' ન લખાય.)

(૨) જે કામ કરે તેની ભૂલ થાય.

(અહીં 'કર્યે' ન લખાય.)


(ક્રમશઃ)


પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3