હોઈ - હોય

 શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૧)

---------------------------------------

(૧) હોઈ - હોય

---------------------

આ બંને શબ્દો 'હોવું'નાં ભિન્ન ભિન્ન રૂપ છે.


હોઈ - એ શબ્દ થઈ ચૂકેલી ક્રિયા દર્શાવે છે અને તેનો અર્થ - તેથી, આથી, આમ હોવાથી - વગેરે થાય છે.


હોય - આ શબ્દ 'હોવું'નું ક્રિયાપદી  રૂપ છે અને તેમાં કાળ પ્રમાણે ફેરફાર થતો રહે છે. (જેમ કે - હતું, હશે વગેરે) તેનો અર્થ 'હોવું તે' થાય છે.


આ બંને શબ્દો ઉચ્ચારસામ્યને લીધે અરસપરસ ખોટી રીતે વપરાય છે.


ઉદાહરણો :

---------------

હોઈ :

--------

(૧) આ અંગે હુકમો થઈ ચૂક્યા હોઈ કાગળો ફાઇલ કરવા.

(૨) અછતની પરિસ્થિતિ હોઈ રાહતકાર્યો તાત્કાલિક શરૂ કરાવવાં જોઈએ.


આ વાક્યોમાં 'હોય' ન લખાય.


હોય :

---------

(૧) લોઢું ગરમ હોય ત્યારે તેને ટીપી નાખવું જોઈએ.

(૨) શિયાળામાં ઠંડી પડતી હોય છે.


આ વાક્યોમાં 'હોઈ' ન લખાય.


આ જ રીતે ભરાઈ - ભરાય, ગભરાઈ - ગભરાય, લખાઈ - લખાય વગેરે શબ્દોમાં ભૂલ ન થાય તેની કાળજી રાખવી.


ઉદાહરણો :

---------------

(૧) 

+ પાંજરામાં મોટા સિંહને જોઈ બાળક ગભરાઈ ગયો.

+ આ બાળક ગભરાય એવો નથી.

(૨)

+ માટલામાં પાણી ભરાઈ ગયું છે.

+ માટલામાં પાણી ભરાય છે.

(૩)

+ મારો લેખ લખાઈ ગયો છે.

+ મારો લેખ અત્યારે લખાય છે.


(ક્રમશઃ)


પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3