વાગે - વાગ્યે

 શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૪)

---------------------------------------

(૪) વાગે - વાગ્યે

----------------------

'વાગે' એટલે 'ઇજા થાય - અથડાય'. તે 'વાગવું' ક્રિયાપદનું રૂપ છે, જ્યારે 'વાગ્યે' એટલે 'સમય થયે'.

દા. ત.

--------

(૧) રમતાં રમતાં દડો વાગે પણ ખરો.

(૨) ગ્રંથાલય સાંજે છ વાગ્યે બંધ થાય છે.

            +++++++++


(૫) જોઈએ છે - જોઈએ છીએ

----------------------------------------

જ્યારે કોઈ વસ્તુની જરૂરિયાત હોય ત્યારે 'જોઈએ છે' એવો પ્રયોગ થાય છે અને જોવાની ચાલુ ક્રિયા માટે પ્રથમ પુરુષ બહુવચનમાં 'જોઈએ છીએ' શબ્દપ્રયોગ થાય છે.

દા. ત.

--------

(૧) મારે એક સારું મકાન જોઈએ છે.

(૨) અમે આકાશમાં તારા જોઈએ છીએ.


સૌજન્ય :

------------

ભાષાગૌરવ

ભાષા નિયામકની કચેરી

ગુજરાત રાજ્ય


(ક્રમશઃ)


પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3