જણાયે - જણાવે - જણાવ્યે
શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૩)
---------------------------------------
(૩) જણાયે - જણાવે - જણાવ્યે
----------------------------------------
'જણાયે' શબ્દ 'જણાવું' ક્રિયાપદનું રૂપ છે. તેનો અર્થ - માલૂમ પડવું, જાણ થવી - થાય છે, જ્યારે 'જણાવે' અને 'જણાવ્યે' શબ્દો 'જણાવવું' ક્રિયાપદનાં ભિન્ન ભિન્ન રૂપ છે. 'જણાવે' એટલે 'જાણ કરવી તે'. આ શબ્દ 'જણાવવું'નું ક્રિયાપદી રૂપ છે. તેમાં કાળ પ્રમાણે ફેરફાર થાય છે. (જેમ કે - જણાવ્યું, જણાવશે વગેરે). 'જણાવ્યે' એટલે 'જણાવીને'. સામાન્ય રીતે તે 'વગર' શબ્દ સાથે વપરાય છે અને નકારાત્મક અર્થમાં વપરાય છે; જેમ કે - 'વગર જણાવ્યે' અર્થાત્ 'જાણ કર્યાં વિના'. આમાં ઉચ્ચારસામ્યને લીધે ભૂલ થાય છે.
દા. ત.
(૧) જરૂર જણાયેથી પુસ્તક મંગાવવામાં આવશે.
(અહીં 'જણાયેથી' એટલે 'જણાય - જાણ થાય ત્યારે')
(૨) એ એની જરૂરિયાત જણાવે તો અંદાજ કાઢી શકાય.
(અહીં 'જણાવે' એટલે 'જાણ કરે')
(૩) જરૂરિયાત જણાવ્યેથી પુસ્તકો મોકલી આપવામાં આવશે.
(અહીં 'જણાવ્યેથી' એટલે 'જાણ કરે ત્યારે')
(૪) વગર જણાવ્યે કચેરીમાં ગેરહાજર રહેવું જોઈએ નહીં.
(અહીં 'જણાવે' ન લખાય.)
સૌજન્ય :
------------
ભાષાગૌરવ
ભાષા નિયામકની કચેરી
ગુજરાત રાજ્ય
(ક્રમશઃ)
પ્રસ્તુતિ :
-----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦
બારડોલી
ટિપ્પણીઓ