એ નવરાત્રીઓ .....................
મિત્રો, નવરાત્રીનું આ વખતે પ્રથમ વાર વેકેશન મળ્યું છે. રાત્રે મોડા સુધી બાળભેરું જોડે બેસવાનું અને ગામ ગપાટાં મારવાનું કોને ના ગમે ? વર્ષો જૂના દિવસો યાદ કરવાના,-------
સંતાકૂકડી રમતાતા, માટીથી નાહતાતા, પરસેવાથી તરબતર એટલા કે કે હાલ નાહીને આવ્યા હોઈએ એવું લાગે. માટી -પરસેવો જાણે અમારો મેકઅપ. ભાગોળમાં ધૂળના ઢગલાઓમાં રાજા થઈને બેસતા. નવરાત્રીએ મનભરીને રમવા મળે. ના રોક ના ટોક. ચોમાસાના ઊંચા ઉગેલા ઘાસમાં એરુઝોઝરુંના સહેજ પણ દર વગર સંતાઈ જઈએ. આ ચોરપોલીસની રમતમાં પોલીસ થાકી જાય. જ્યાં અંબે માતકી જાય સાથે આરતી પૂરી થાય ને દોડ પટ્ટી આરતી પાસે. આરતીની થાળી લઈને ફરીએ સેવા ભાવના તો ખરી પણ એકાદ બે રૂપિયાનો મેળ પડી જાય તો પાન ખાવાની લિજ્જત ॰લઈ શકાય એ ગણતરી સાચી. દસમાં બારમાં ધોરણમાં ભણતા ત્યાં સુધી તોનવરાત્રી એક બાજુ ચાલતી હોય અને બીજી બાજુ અમારી ટોળીઓ રમ્યા જ કરતી હોય. અજમેલ સલાટ પણ હોય તલીયો, બોબી, ઠૂંઠી, પકલો , પલો વગેરે. ટીમ હોય. કોઈક વાર ગેંગ વોર પણ થાય એનું. એનું ઠેકાણું ભાગોળમાં. ધમકી આપીએ તોય એવી કે 'મોટો દાદા હોય તો આવી જજે ભાગોળમાં'.
લડાઈ માટેની તૈયારી શરૂ થાય કોણ કયું હથીયાર લાવશે. બુલેટની તૂટેલી ચેન એટલે તો અહો અહો. બ્રેકનો તૂટેલો વાયર, સાયકલની ચેન આ આધુનિક હથિયારો સામે ભલભલા પાછા પડે. પછી તો હાથે ચડીયું તે હથિયાર થૂવરનું ડેડું અને માટી તો સદાયનાં હાથવગાં હથિયાર. નાની નાની વાતમાં આ શરૂ થતો જગડો પછી વાલીઓના ઝગડામાં પરિણમ તો.
ટિપ્પણીઓ