સ્રષ્ટા - સૃષ્ટા

 શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૧૪)

---------------------------------------

(૧૮) સ્રષ્ટા - સૃષ્ટા 

---------------------------

'સ્રષ્ટા' એટલે 'રચનાર', 'સૃષ્ટિ રચનાર - ઈશ્વર'.

'સૃષ્ટા' જેવો કોઈ શબ્દ જ નથી. પરંતુ 'સૃષ્ટિ' પરથી સૃષ્ટિ સર્જનાર 'સૃષ્ટા' જેવો ખોટો શબ્દ વાપરવામાં આવે છે.

કાં તો 'સ્રષ્ટા' લખાય અથવા 'સૃષ્ટિકર્તા' લખાય. 


(૧૯) વેળાસર - વહેલાસર

----------------------------------

'વેળાસર' એટલે 'સમયસર', 'યોગ્ય વખતે'. 'વહેલાસર' જેવો કોઈ શબ્દ જ નથી. પરંતુ 'વહેલા' પરથી 'વહેલાસર' શબ્દ બનાવીને ખોટી રીતે વાપરવામાં આવે છે.


દા. ત.

--------

(૧) વેળાસર આવજો.

              અથવા

(૨)   સવેળા આવજો.

આ બંને વાક્યોમાં 'નિર્ધારિત સમય' નો અર્થ છે.

(૩) વહેલા આવજો.

અહીં 'નિર્ધારિત સમય કરતાં પહેલાં'નો અર્થ છે. આમ બેમાંથી જે અર્થ અભિપ્રેત હોય તે પ્રમાણે કહેવાય. પરંતુ 'વહેલાસર આવજો' એવું કહેવાય નહીં.


સૌજન્ય :

------------

ભાષાગૌરવ

ભાષા નિયામકની કચેરી

ગુજરાત રાજ્ય


(ક્રમશઃ)


પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3