અંદાજી - અંદાજિત

 શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૧૩)

---------------------------------------

(૧૬) અંદાજી - અંદાજિત

---------------------------------

'અંદાજી' એ 'અંદાજ' પરથી બનેલું વિશેષણ છે. તેનો અર્થ ' અંદાજ પરથી નક્કી કરેલું', '

'અંદાજ દર્શાવતું' થાય છે.


'અંદાજિત' જેવો કોઈ શબ્દ જ નથી. પરંતુ સામાન્ય રીતે સંસ્કૃત તત્સમ શબ્દોને 'ઇત' પ્રત્યય લગાડીને વિશેષણ બનાવાતું હોય છે. તેથી એવા જ ભ્રમમાં રહીને આ ફારસી શબ્દને 'ઇત' પ્રત્યય લગાડવામાં આવે છે.


દા. ત.

--------

આ યોજનાના અંદાજી ખર્ચની વિગતો જણાવશો.

(અહીં 'અંદાજિત' ખર્ચ ન લખાય.)


જોકે રતિલાલ સાં. નાયક રચિત 'મોટો કોશ' માં અંદાજિત શબ્દ સ્વીકારાયેલો છે, પણ 'સાર્થ જોડણીકોશ'માં સ્વીકારાયેલો નથી.


(૧૭) સંગૃહીત - સંગ્રહિત

---------------------------------

'સંગૃહીત' 'सम् + ग्रह्' પરથી બનેલું વિશેષણ છે. તેનો અર્થ - સંગ્રહ કરેલું - થાય છે. આ સંસ્કૃત શબ્દ છે અને સામાન્ય રીતે ગુજરાતીમાં એનો ઉપયોગ થતો નથી.


'સંગ્રહિત' જેવો કોઈ શબ્દ જ નથી. પરંતુ 'સંગ્રહ' શબ્દને 'ઇત' પ્રત્યય લગાડીને 'સંગ્રહ કરેલું'ના અર્થમાં 'સંગ્રહિત' શબ્દ ખોટી રીતે વાપરવામાં આવે છે.


દા. ત.

--------

'સંગ્રહિત અનાજમાં જીવાત પડી' - આ રીતે ન લખાય. પરંતુ - 'સંગ્રહ કરેલા અનાજમાં જીવાત પડી' - એમ લખાય.


સૌજન્ય :

------------

ભાષાગૌરવ

ભાષા નિયામકની કચેરી

ગુજરાત રાજ્ય


(ક્રમશઃ)


પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3